નવી દિલ્હીઃ ખાદ્ય મંત્રાલયે રાશન કાર્ડને આધાર સાથે જોડવાની સમય સીમા સોમવારે સપ્ટેમ્બરના અંત સુધી વધારી છે. આ સાથે જ કહ્યું કે, આધાર સાથે જોડાયેલા ન હોવા છતાં લાભાર્થીઓને કાર્ડ પર તેમના ભાગનું રાશન મળશે. આધાર સાથે ન જોડાયેલા રાશન કાર્ડ રદ હોવાની માહિતી પર સ્પષ્ટતા કરી હતી.
આધિકારીક નિવેદન અનુસાર બધા રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને રાશન કાર્ડને આધાર સંખ્યામાં જોડવાની જવાબદારી ખાદ્ય અને સાર્વજનિક વિતરણ વિભાગની સાત ફેબ્રુઆરી 2017ની અધિસૂચનાના આધારે આપવામાં આવી છે.
આ અધિસૂચનાઓ સમયાંતરે સંશોધિત કરવામાં આવે છે. હવે આ કામની સમયસીમાને વધારીને 30 સપ્ટેમ્બર 2020 સુધી કરવામાં આવી છે.
વધુમાં નિવેદન અનુસાર જ્યાં સુધી મંત્રાલય બધા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સ્પષ્ટ નિર્દેશ જાહેર ન કરે ત્યાં સુધી કોઇ પણ લાભાર્થીને તેનો ભાગનું રાશન આપવામાં આવશે.
મંત્રાલયે કહ્યું કે, કોઇપણનું રાશન કાર્ડ આધાર કાર્ડ સંખ્યા જોડાયું ન હોવાથી રદ કરવામાં આવશે નહીં.