ETV Bharat / business

સહકારી બેન્કો સામેના પડકાર અને તેનું ભાવિ...

ન્યુઝ ડેસ્ક: પંજાબ અને મહારાષ્ટ્ર કોઓપરેટિવ બેન્કમાં તાજેતરમાં થયેલા કૌભાંડને કારણે હવે અન્ય સહકારી બેન્કોના કામ પર ધ્યાન અપાશે. રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયાએ આ બેન્કમાંથી નાણા ઉપાડ પર પ્રતિબંધ લગાવ્યો હતો. છેલ્લા કેટલાક અઠવાડિયાથી, આ બેન્કના ગ્રાહકો ચિંતિત છે અને આ બેન્કના ચાર ગ્રાહકો મૃત્યુ પામ્યા છે, ત્યારે આરબીઆઈએ લોકોને ખાતરી આપી હતી કે ભારતીય બેન્કિંગ સલામત અને સ્થિર છે તેમજ ગભરાવાની જરૂર નથી.

bank
author img

By

Published : Oct 26, 2019, 7:26 PM IST

Updated : Oct 26, 2019, 7:59 PM IST

આ સ્થિતિમાં, લોકોમાં બેન્કને લઇને ફરી આત્મવિશ્વાસ આવે અને નાણાકીય ક્ષેત્રને પુનર્સ્થાપિત કરવા માટે વર્તમાન સ્થિતિ, પડકારો તેમજ આ બેન્કો માટે આગળની રીતની તપાસ કરવી મહત્વપૂર્ણ બની રહે છે.

વર્તમાન સ્થિતિ અને પડકારો

  • સહકારી સંસ્થાઓ ખાસ કરીને એવા લોકોને નાણા પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, જે બેન્ક સાથે જોડાયેલા નથી.
  • ભારતીય સહકારી સંસ્થાઓની શરૂઆત 19મી સદીના અંતમાં થઈ હતી, જ્યારે ગામડાઓમાં વ્યાજ પર નાણા આપવામાં આવતા હતાં, જેના કારણે આ વિકલ્પ તરીકે પ્રયાસ કરવામાં આવ્યો હતો.
  • મૂળભૂત રીતે, સહકારી બેન્કો નાના વેપારી અને વ્યવસાયો તેમજ ઓછા નાણાનું ધિરાણ કરતા સમુદાયો માટે બનાવવામાં આવી છે.
  • ઉંચા વ્યાજદર અને વ્યક્તિગત ધ્યાનના કારણે થાપણદારો આ બેન્કો તરફ આકર્ષિત થયા છે.
  • હાલમાં, સહકારી પ્રણાલીમાં 2018ના આંકડા મુજબ 1,551 અર્બન સહકારી બેન્કો (UCBs) અને 96,612 રુરલ સહકારી બેન્કોનો સમાવેશ થાય છે.
  • જ્યારે ગ્રામીણ સહકારી મંડળ તેમના ભૌગોલિક અને વસ્તી વિષયક વિસ્તાર દ્વારા ગામડા અને નાના શહેરોમાં નાણાકીય સેવાઓ પ્રદાન કરે છે, UCBs શહેરી અને અર્ધ-શહેરી વિસ્તારોમાં સેવાઓ પ્રદાન કરે છે. નોંધનીય છે કે સહકારી બેન્કોનો વિકાસ, બેન્કિંગ ક્ષેત્રના સર્વાંગી વિકાસ સાથે સુસંગત નથી.
  • પરિણામ સ્વરૂપ, તેઓએ 2017માં SCBsની કુલ સંપત્તિમાં માત્ર 11% હિસ્સો આપ્યો હતો, જ્યારે 2004-05માં 19% આપ્યો.
  • ભારતમાં બેન્કિંગના વલણ અને પ્રગતિ વિશે 2017-18ના આરબીઆઈનો અહેવાલ ભારતમાં સહકારી બેન્કોની વર્તમાન સ્થિતિ પ્રદાન કરે છે.
  • ગ્રામીણ સહકારી મંડળીમાં, કામગીરી એસેટ- ક્વોલીટી અને નફાકારકતા પર આધાર રાખે છે અને તે મુજબ બદલાય છે. જ્યારે રાજ્યની સહકારી બેન્કોએ એનપીએ રેશિયો અને નફામાં સુધારો કર્યો છે, જ્યારે DCCBsના કિસ્સામાં બંને પરિમાણો બગડ્યા છે.
  • કૃષિ ક્ષેત્રમાં લાંબા ગાળાની સહકારી સંસ્થાઓની આર્થિક કામગીરી સંતોષકારક કરતા ઓછી રહી છે અને વધુ કથળી છે.
  • શહેરી(અર્બન) સહકારી મંડળીના સંદર્ભમાં, આરબીઆઇ ડેટા દર્શાવે છે કે સંપત્તિની ગુણવત્તા(એસેટ ક્વોલિટી)માં સુધારો થયો હોવા છતાં, એકંદરે નફાકારકતામાં ઘટાડો થયો.
  • 1551 બેન્કોમાં, 26 નિયમનકારના માર્ગદર્શન હેઠળ હતી અને 46 નકારાત્મક મૂલ્ય ધરાવતી હતી.

શહેરી સહકારી બેન્કોમાં કૌભાંડો થયા

  • 2001માં ગુજરાતમાં માધવપુરા સહકારી બેન્ક તેનું એક ઉદાહરણ છે, બેન્કે કેતન પારેખને વધારે લોન આપી અને ત્યારબાદ તેણે નાદારી નોંધાવતા આ સહકારી બેન્કને બંધ કરવાનો વારો આવ્યો હતો.
  • PMCના તાજેતરના કૌભાંડના કિસ્સામાં, બે સમસ્યાઓ હતી

1) મોટી નાણાકીય ગેરરીતિઓ

2) આંતરિક નિયંત્રણ અને બેન્કની સિસ્ટમોની નિષ્ફળતા

  • પીએમસી બેન્કે તેની 73% એસેટ સંપત્તિ HDIL(હાઉસિંગ ડેવલપમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ) સુધી લંબાવી છે. આ બેન્કે આરબીઆઈની દેખરેખથી છુપાવવા માટે 21000થી વધુ એકાઉન્ટ્સનો ઉપયોગ કર્યો.
  • સહકારી બેન્કો 1966માં સીધા આરબીઆઈના રડાર હેઠળ આવી હતી. પરંતુ, ડ્યુઅલ રેગ્યુલેશનની સમસ્યાનો સામનો કરી રહી હતી.
  • શહેરી સહકારી બેન્કોનું નિયમન અને નિરીક્ષણ એક રાજ્યના કિસ્સામાં આરબીઆઈ અને રાજ્ય રજિસ્ટ્રાર (RCS) દ્વારા કરવામાં આવે છે અને મલ્ટી-સ્ટેટ કોઓપરેટિવ બેંકોના કેસમાં સેન્ટ્રલ રજિસ્ટ્રાર ઑફ કોઓપરેટિવ સોસાયટીઝ દ્વારા નિયમન કરવામાં આવે છે.

આરબીઆઈની દેખરેખમાં અનેક નિયમનકારી પાસાઓ સામેલ છે. જેમાં લાઇસન્સ આપવું, રોકડને અનામત જાળવવું, લિક્વીડિટીની જાળવણી કરવી અને બેન્કોનું નિરીક્ષણ જેવા કાર્યો કરે છે. આરબીઆઈએ 1993-2004 દરમિયાન UCBs માટે સક્રિય લાઇસન્સ આપવાની નીતિ અપનાવી હતી જેના પગલે તેમની સંખ્યામાં તીવ્ર વધારો થયો હતો, ત્યારબાદ આ ક્ષેત્રમાં સમસ્યાઓ આવતા, RBIએ તેના વિઝન ડોક્યુમેન્ટમાં નવા લાઇસન્સ કાઢવાના બંધ કર્યા અને યોગ્ય નિયમનકારી અને નિરીક્ષક નીતિઓ ઘડી. નિયમનકારી તપાસમાં, નબળી કોર્પોરેટ ગવર્નન્સ, વ્યાવસાયીકરણનો અભાવ અને તકનીકી અપનાવવામાં આવતી અનિચ્છાઓ પણ એક ચિંતાનો વિષય છે.

સુનિશ્ચિત વ્યાપારી બેન્કોના વિસ્તરણથી સહકારી બેન્કોની ભૂમિકામાં ઘટાડો થયો છે. પેમેન્ટ બેન્ક, સ્મૉલ ફાઇનાનાન્સ બેન્ક અને NBFCs તરફથી પણ સહકારી બેન્કને સ્પર્ધાનો સામનો કરવો પડ્યો છે. મૂડી(કેપિટલ) સાથે સંબંધિત મુદ્દાઓ પણ છે. શહેરી સહકારી બેન્ક (UCBs) પ્રીમિયમ પર શેર ઇશ્યૂ દ્વારા મૂડી એકત્ર કરી શકતી નથી.

સહકારી માળખામાં સમસ્યા એ છે કે તમારી પાસે પ્રોફેશનલ બોર્ડ ન હોય. સહકારી બેન્કના નિયામક મંડળની પસંદગી બેન્કના સભ્યો દ્વારા કરવામાં આવે છે અને બેન્કનું નિયંત્રણ મેળવવા માટે ઘણી વાર રાજકારણીઓ દ્વારા પ્રક્રિયા કરવામાં આવે છે. ઘણા રાજ્યોમાં, આવી સંસ્થાઓનું રાજકીય નિયંત્રણ મુખ્ય ભૂમિકા નિભાવે છે.

શું હશે આગળની નીતિ ?

  • થાપણદારો(ડીપોઝીટર) અને અન્ય હિસ્સેદારોનો વિશ્વાસ રાખવા સહકારી બેન્કોના નિયમન અને શાસન પર ધ્યાન આપવાની જરૂર છે.
  • આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે વર્તમાન નાણાકીય લેન્ડસ્કેપમાં RBI અને સરકાર સહકારી બેન્કોના મહત્વનું ફરીથી મૂલ્યાંકન કરવા માટે સારી કામગીરી કરે છે.
  • એવું જાણવા મળી રહ્યું છે કે કેટલીક સહકારી બેન્કોમાં શાસન તૂટી ગયું છે. શાસનના અભાવ અને નબળા નિયમન માટે બેન્ક બોર્ડ, ઑડિટર્સ, બેન્ક મેનેજમેન્ટ, રેટિંગ એજન્સીઓ અને નિયમનકારો જવાબદાર છે.
  • તેમ છતા RBI પાસે રાજ્ય સરકાર સાથે સમજૂતીપત્રો (MOUs) છે, જો કે રાજ્ય સરકારો નિયમોને લાગુ કરવામાં સહયોગ નહીં કરે ત્યાં સુધી દેખરેખ રાખવી બિન અસરકારક છે.
  • RBI સહકારી બેન્કને વ્યાવસાયિક ધોરણે કાર્ય કરવા માટે દબાણ કરી રહી છે. એચ માલેગામ હેઠળ એક સમિતિની રચના કરાઇ હતી. જેમાં બોર્ડ ઑફ ડિરેક્ટર સિવાય યોગ્ય વ્યક્તિઓના મેનેજમેન્ટ બોર્ડની ભલામણ કરવામાં આવી હતી.
  • ચૂંટાયેલા ડિરેક્ટરોની વિરુદ્ધ કામગીરીના વાસ્તવિક નિયંત્રણમાં મેનેજમેન્ટ બોર્ડ બનાવવાનો વિચાર હતો. ડિરેક્ટરની પસંદગીમાં પરિવર્તનની આવશ્યકતા છે અને તેમની પાસે વિશેષ નોલેજ અને સંચાલન કુશળતાવાળા સભ્યો હોવા જોઈએ.
  • RBIની અધ્યક્ષતામાં ઉચ્ચ સમિતિની ભલામણોને અનુરૂપ 2018માં, RBIએ શહેરી સહકારી બેન્કોને નાની ફાઇનાન્સ બેન્કોમાં સ્વૈચ્છિક સંક્રમણ માટેની યોજનાની જાહેરાત કરી હતી. જે UCBsની નેટ વર્થ ઓછામાં ઓછા 50 કરોડ અને તેથી વધુ હોય તે સ્વૈચ્છિક સંક્રમણ માટે માન્ય છે.
  • મજબુત બેન્કો સાથે નબળા બેન્કોના જોડાણને પ્રોત્સાહન આપવું જોઇએ. ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઇએ જેના કારણે સહકારી બેન્ક અન્ય બેન્ક સ્પર્ધા કરી શકે.
  • મોટી અર્બન સહકારી બેન્કોમાં અન્ય સહકારી બેન્કોના જમા નાણા પર ધ્યાન રાખવું જોઇએ. કદાચ આ સમીક્ષા કરવાનો સમય છે કે શહેરી સહકારી બેન્કે અન્ય શહેરી સહકારી બેન્કોની થાપણો સ્વીકારી લેવી જોઈએ કે નહીં.
  • મોટી-UCBs થાપણોની નિષ્ફળતા નોંધપાત્ર છે. થાપણદારોના હિત અને નાણાકીય સ્થિરતાના મુદ્દાને ધ્યાનમાં રાખીને, આંતર-UCBs થાપણની નીતિ પર પુનર્વિચારણા કરવાની જરૂર છે.

ડિપોઝીટ્સનો વીમો એ ભારતીય બેન્કિંગનો બીજો મુદ્દો છે. હાલમાં DICGC (ડિપોઝિટ ઇન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરેંટી કોર્પોરેશન) દ્વારા ડિપોઝિટ ઇન્સ્યોરન્સ કવર એક ડીપોઝીટર દીઠ 1 લાખ રુપિયા છે. પહેલાની વાત કરીએ તો ભારતમાં મુશ્કેલીમાં મુકાયેલી બેન્કોમાં થાપણદારો ઘણી વાર ભોગ બને છે અને તેમના વીમાના નાણા તેમને મળતા પહેલા ઘણી મુશ્કેલીઓનો સામનો કરે છે. RBI અને સરકારે વધતા જતા વીમા અને ઝડપી સમાધાનના મુદ્દા પર ધ્યાન આપવું જોઇએ. જો કે સરકાર બેન્ક થાપણો માટેના વીમા કવચની સમીક્ષા કરી રહી હોવાના અહેવાલ છે. અસરગ્રસ્ત બેન્કની સમસ્યાઓનું વહેલી તકે નિરાકરણ લાવવું જોઈએ જેથી ડીપોઝીટરર્સને તેમના નાણા ઝડપથી પાછા મળે.

સહકારી બેન્કોના તાજેતરના વિકાસને એક વ્યાપક માળખા સાથે આવવાની સારી તક મળી છે. કેમ કે ભારત પાસે સામાન્ય માણસની બચતને બચાવવા માટે પૂરતી આર્થિક વ્યવસ્થા નથી. નાણાં પ્રધાન નિર્મલા સીતારામને કહ્યું છે કે અસરકારક નિયમનના અમલ માટે કાયદાકીય સુધારા કરવાની જરૂર છે કે નહીં તે માટે સરકાર તેનું મુલ્યાંકન કરશે. તેમણે મંત્રાલયના સચિવોને આરબીઆઈ સાથે સહકારી ક્ષેત્રના મુદ્દાની વિગતવાર અભ્યાસ કરવા જણાવ્યું હતું. આશા છે કે, જો RBI અને સરકાર ઝડપથી કાર્યવાહી કરશે તો સહકારી બેન્કોના ગ્રાહકોનો વિશ્વાસ પાછો આવશે.

એસ મહેન્દ્ર દેવ (લેખક- કુલપતિ, IGIDR, મુંબઇ)

Intro:Body:

NEWS

Conclusion:
Last Updated : Oct 26, 2019, 7:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.