ETV Bharat / business

નાણાપ્રધાન સીતારમણની જાહેરાત, રાજ્યના દેવાની મર્યાદા વધારી - નાણાંપ્રધાન નિર્મલા સીતારમણ

નાણા પ્રધાને આજે 20 લાખ કરોડના આર્થિક પેકેજના પાંચમા હપ્તાની જાહેરાત કરી હતી. જેમાં પ્રવાસી મજૂરો અને શિક્ષણ પર ફોકસ કરવામાં આવ્યું છે. જાણો વિગતે

centre-raises-borrowing-limit-of-states-from-3-percent-of-gsdp-to-5-percent-in-fy21
નાણાપ્રધાને સીતારમણની જાહેરાત, રાજ્યના દેવાની મર્યાદા વધારી
author img

By

Published : May 17, 2020, 7:34 PM IST

નવી દિલ્હીઃ કોરોના સંકટની મુશ્કેલી વચ્ચે અર્થવ્યવસ્થાના પાટા પર લાવવા માટે નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે 20 લાખ કરોડ રૂપિયાના પેકેજ સંબંધિત પાંચમા અને અંતિમ હપ્તાની જાહેરાત કરી છે. નાણાપ્રધાને કહ્યું કે, કેન્દ્ર સરકારે ચાલુ નાણાકીય વર્ષ (2020-21) માટે રાજ્યની કુલ દેવાની મર્યાદા વધારીને પાંચ ટકા કરવાની જાહેરાત કરી છે. હમણાં સુધી રાજ્યના કુલ ઘરેલુ ઉત્પાદન (જીએસડીપી)ના ત્રણ ટકા સુધી લોન લઈ શકતા હતાં. આ પગલાથી રાજ્યોને 4.28 લાખ કરોડનું વધારાનું ભંડોળ મળશે.

નાણા પ્રધાન કહ્યું કે, સરકારે પાછા ફરી રહેલા પ્રવાસી મજૂરો માટે રોજગારના વધારે અવસર પેદા કરવા માટે મનરેગા યોજનાના બજેટના 61 હજાર કરોડ રૂપિયાથી વધારાના 40 હજાર કરોડ રૂપિયા ફાળવ્યા છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત હાલની ટેકનિકનો ઉપયોગ કર્યો અને એટલા માટે રોકડની ડાયેરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર કરી શક્યા. 2,000 રૂપિયાની એકવાર રોડક ટ્રાન્સફર 8.19 કરોડ ખેડૂતો સુધી પહોંચી છે, અને આનો કુલ ખર્ચ 16,394 કરોડ છે.

વડાપ્રધાને 15000 કરોડની યોજનાની જાહેરાત કરી હતી, જેમાંથી 4113 કરોડ રાજ્યોને આપી દેવામાં આવ્યાં છે, આવશ્યક વસ્તુઓ પર 3750 કરોડ ખર્ચ કરવામાં આવ્યો. ટેસ્ટિંગ લેબ્સ અને કિટ્સ પર 505 કરોડ ખર્ચ કરવામાં આવ્યો. મનરેગા માટે 40,000 કરોડ વધારો જાહેર કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત 20 કરોડ જન-ધન ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા 500-500 રૂપિયા મોકલવામાં આવ્યા, ઉજ્જવલા યોજના અંતર્ગત 6.81 કરોડ રસોઇ ગેસ ધારકોને મફત સિલીન્ડર આપવામાં આવ્યા. આ ઉપરાંત 2.20 કરોડ નિર્માણ મજૂરોને સીધા તેમના ખાતામાં પૈસા આપવામાં આવ્યા છે. સરકારે પ્રવાસી મજૂરો માટે ચલાવવામાં આવેલી ટ્રેનોનું ભાડુ 85 ટકા કેન્દ્ર સરકારે આપ્યું છે. ટ્રેનની અંદર ખાવાનુ પણ અવેલેબલ કરાવાયું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.