સરકારે અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે છેલ્લા કેટલાક દિવસોમાં અનેક પગલાઓ લીધા છે.
જેમાં રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ માટે નવા ભંડોળનું નિર્માણ, નિકાસ ક્ષેત્ર માટે પ્રોત્સાહનો, બેન્કોનું મર્જર અને માઇક્રો, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (એમએસએમઇ) અને ઑટો ક્ષેત્ર માટે અનેક છૂટ આપવાની જાહેરાત કરી છે.
રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે આ સપ્તાહની શરૂઆતમાં કહ્યું હતું કે સરકારે અર્થતંત્રને વેગ આપવા માટે ત્રણ તબક્કામાં અનેક પગલાં લીધાં છે. તેમજ કેટલીક નવી જાહેરાતોના સંકેત આપ્યા છે.
સરકારે પ્રથમ તબક્કામાં (23 ઑગસ્ટ) વિદેશી પોર્ટફોલિયો અને સ્થાનિક રોકાણકારો પર લગાવવામાં આવેલો સરચાર્જ પાછો ખેંચ્યો છે.
આ પછી, બીજા તબક્કામાં (30 ઑગસ્ટ), 10 જાહેર બેન્ને મર્જ કરીને 4 મોટી સરકારી બેન્ક બનાવવાની જાહેરાત કરી હતી.
આ અઠવાડિયે, GST કાઉન્સિલની 37 મી બેઠક છે. આ બેઠકમાં વાહનો, એફએમસીજી અને હૉટલ સહિતના વિવિધ ક્ષેત્રોના જીએસટી દરોના સુધારણા અંગે ચર્ચા થવાની આશા છે.