ETV Bharat / business

ભારતીય મૂળના 58 અધિકારીઓ વિશ્વભરના 36 લાખથી વધુ લોકોને આપે છે રોજગારી - Indian diaspora leaders give employment

વૈશ્વિક સ્તરે ભારતીય મૂળની વ્યવસાયિક સંગઠન 'ઇન્ડિયાસ્પોરા'એ જણાવ્યું છે કે, ભારતીય મૂળના ઉદ્યોગપતિઓ કોર્પોરેટ ક્ષેત્રમાં પહેલા કરતાં વધુ સફળતા મેળવી રહ્યા છે. તેઓ ઘણા લોકોને એક પ્લેટ ફોર્મ આપી રહ્યા છે, જેથી સામાજિક પરિવર્તનને પ્રોત્સાહન મળી શકે.

ઇન્ડિયાસ્પોરા બિઝનેસ લીડર્સ લિસ્ટ
ઇન્ડિયાસ્પોરા બિઝનેસ લીડર્સ લિસ્ટ
author img

By

Published : Jul 9, 2020, 6:47 PM IST

વોશિંગ્ટન: યુએસ, કેનેડા અને સિંગાપોર સહિત 11 દેશોની કંપનીઓના 58 ભારતીય મૂળના અધિકારીઓનું એક ગ્રુપ, વિશ્વભરમાં 36 લાખથી વધુ લોકોને રોજગારી આપે છે આનીથી તેઓ કુલ 1,000 અબજ ડોલરની કમાણી કરે છે. ભારતીય મૂળની અને અમેરિકામાં આવેલી એક ટોચની કંપનીએ આ વાત જણાવી હતી.

'ઇન્ડિયાસ્પોરા બિઝનેસ લીડર્સ લિસ્ટ' માં યુએસ, કેનેડા, યુકે અને સિંગાપોર સહિત 11 વિવિધ દેશોની કંપનીઓમાં અધ્યક્ષ તરીકે કાર્યરત 58 અધિકારીઓ સામેલ છે. તેમના કાર્યકાળ દરમિયાન આ કંપનીઓએ વાર્ષિક 23 ટકા વળતર આપ્યું છે. આ કંપનીઓ વિશ્વભરમાં 36 લાખથી વધુ લોકોને રોજગારી આપે છે અને 1,000 અબજથી વધુની કમાણી કરે છે. તેમનું માર્કેટ કેપિટલાઇઝેશન 4,000 અબજ ડોલરથી પણ વધુ છે.

ઇન્ડિયાસ્પોરાના સ્થાપક એમ.આર. રંગસ્વામીએ જણાવ્યું હતું કે, "વ્યવસાયમાં ભારતીય પ્રવાસીઓનો પ્રભાવ વધુ છે, તેથી જ અમે આ પ્રોજેક્ટ શરૂ કર્યો છે, અને અમે આશા રાખીએ છીએ કે અમારી સૂચિમાં તેવા લોકોની વિગતો આવતી રહેશે જેઓ તેમના ક્ષેત્રમાં સકારાત્મક પરિવર્તન માટે કામ કરી રહ્યા છે. "

ભારતીય સીઈઓ વિશેની સામાન્ય માન્યતા એ છે કે, તેઓ તકનીકી ક્ષેત્રથી હોય છે, પરંતુ 58 સીઈઓની આ સૂચિ એ માન્યતાને બદલી નાખી છે. રંગસ્વામીએ કહ્યું કે, તેઓ નેતા બેન્કિંગ, ઇલેક્ટ્રોનિક્સ, કન્ઝ્યુમર ગુડ્ઝ અને કન્સલ્ટિંગ સહિત ઘણા વિવિધ ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કરે છે.તેમણે કહ્યું કે જે અધિકારીઓ અમારી સાથે કામ કરે છે તેમની ઉંમર 37 થી 74 વચ્ચેની હોય છે અને તેમની સરેરાશ ઉંમર 54 વર્ષ હોય છે.

કોરોના મહામારી દરમિયાન, આ કંપનીઓએ તેમના કર્મચારીઓ, તેમના ગ્રાહકો અને સપ્લાય ચેઇન સાથે જોડાયેલા લોકોની સંભાળ માટે ઘણું યોગદાન આપ્યું હતું.તેમણે જણાવ્યું હતું કે, સૂચિમાંના ઘણા અધિકારીઓએ 'બ્લેક લાઇવ્સ મેટર' જેવા મુદ્દાઓ પર સક્રિય સ્થિતિ બનાવી છે, જેથી તેઓ જાતિવાદી સમાનતા અને વંશીય ન્યાયના સંદર્ભમાં અશ્વેત સમુદાયની સાથે ઉભા છે તે દર્શાવે છે.

અમેરિકામાં વસેલા અન્ય દેશના લોકોમાં સૌથી વધુ કમાણી કરનારા ભારતીળ મૂળના અમેરિકન લોકો પ્રતિ વર્ષે એક અબજ ડોલરનું દાન કરતા હોવાનું એક સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે. ભારતીય અમેરિકન લોકોની દાન આપવાની કુલ ક્ષમતા ત્રણ અબજ ડોલર છે જેની સરખામણીમાં તેઓ ફક્ત એક તૃતીયાંશ જ દાન કરે છે.

ભારતીય મૂળના અમેરિકન નાગરિકોની પરોપકાર કરવાની આદતોનું વિશ્લેષણ કરવા માટે આ સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યો હતો. સર્વેમાં જાણવા મળ્યું હતું કે, ભારતીય લોકો પ્રતિ વર્ષ પોતાની આવકના સરેરાશ 1.5 ટકા દાનમાં આપે છે જ્યારે એક ટકા અમેરિકન પોતાની આવકના ચાર ટકા હિસ્સો પ્રતિ વર્ષ દાનમા આપે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.