મુંબઇ: યસ બેંકને ડિસેમ્બર 2019માં સમાપ્ત થયેલા ત્રીજા ક્વાર્ટરમાં 18,556 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે, જેની શનિવારે જાણકારી આપવામાં આવી હતી.
ખાનગી ક્ષેત્રમાં બેંકનું સંચાલન અત્યારે ભારતીય રિઝર્વ બેંકના આદેશ પર પ્રશાંત કુમાર કરી રહ્યાં છે. બેંકે ગત વર્ષના સમયગાળામાં 1,000 કરોડ લાભ થયો હતો, પરંતુ સપ્ટેમ્બરમાં પૂર્ણ થયેલા ત્રીજા ક્વાર્ટરમાં 629 કરોડનું નુકસાન થયું છે.
યસ બેંકના NPA (નોન પરફોર્મિંગ એસેટ) ડિસેમ્બરના ક્વાર્ટરમાં 18.87 ટકા થયો છે, જે અગાઉના ડિસેમ્બરના ક્વાર્ટરમાં 7.39 ટકા હતો. આ સાથે જ બેંકની પાસે જરૂરી પૈસાના રોકાણમાં ઘટાડો થયો છે.
કેન્દ્રીય મંત્રિમંડળની મંજૂરી મળ્યા બાદ યોજના હેઠળ પ્રશાંત કુમાર બેંકના નવા મુખ્ય કાર્યકારી અને મેનેજર નિર્દેશક થઇ શકે છે.