એપ્લિકેશનના વેબ વર્ઝનને WhatsApp એ 2015માં લૉન્ચ કર્યું હતું. પરંતુ આ વાપરવા માટે પહેલા વપરાશકર્તાઓને પોતાના ફોનથી Appને કોમ્પ્યુટરમાં કનેક્ટ કરવું પડે છે.
WABetaInfo એ શુક્રવારે ટ્વિટર પર જાણકારી આપતા જણાવ્યું હતું કે કંપની યુનિવર્સલ વિન્ડોઝ પ્લેટફોર્મ (UWP) એપ્લિકેશન વિકસાવી શકે છે. સાથે જ કંપની એક નવા મલ્ટી પ્લેટફોર્મ સિસ્ટમ પર પણ કામ કરી રહી છે, જે ફોન બંધ હોવા છતા પણ કામ કરશે.
મળતી જાણકારી પ્રમાણે WhatsApp મલ્ટી પ્લેટફોર્મ સિસ્ટમ પર પણ કામ કરી રહ્યું છે, જેના દ્વારા વપરાશકર્તા એક સાથે ઘણા ડિવાઇસમાં પોતાનું WhatsApp એક્સેસ કરી શકશે.