ETV Bharat / business

કોરોના સંકટ વચ્ચે ઉબરે 600 કર્મચારીઓને નોકરીમાંથી છુટ્ટા કર્યા - ઉબર ડ્રાઇવ

એપ આધારિત કેબ સર્વિસ કંપની ઉબરે ભારતમાંથી 600 લોકોને નોકરીમાંથી છુટ્ટા કરવાની જાહેરાત કરી હતી. આ સંખ્યા ભારતમાં ઉબરના કુલ કર્મચારીઓની 25 ટકા જેટલી છે.

Etv Bharat, Gujarati News, Uber India lays off around 600 employees
Uber India lays off around 600 employees
author img

By

Published : May 26, 2020, 12:24 PM IST

નવી દિલ્હીઃ એપ આધારિત કેબ સર્વિસ કંપની ઉબરે ભારતમાંથી 600 લોકોને નોકરીમાંથી છુટ્ટા કરવાની જાહેરાત કરી હતી. આ સંખ્યા ભારતમાં ઉબરના કુલ કર્મચારીઓની 25 ટકા જેટલી છે.

કોરોના વાઇરસ સંકટે દુનિયાભરની આર્થિક વ્યવસ્થાને હચમચાવી છે. ભારતમાં આ સંકટની અસર મોટા પ્રમાણમાં જોવી મળી રહી છે. કેબ સેવા કંપની ઉબરે ભારતમાં 600 લોકોને નોકરીમાંથી નીકાળવાની જાહેરાત કરી હતી. આ ઉબરના ભારતમાં કુલ કાર્યબળના 25 ટકા છે.

કંપનીએ સોમવારે આપેલા નિવેદનમાં કહ્યું કે, કોરોના વાઇરસ મહામારીને કારણે કંપની ખોટમાં ચાલી રહી છે અને તે આવું પગલું ભરવા મજબુર બન્યા હતા.

જો કે, જે લોકોને નોકરીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે, તેમને કંપની 10 થી 12 અઠવાડિયાની સેલેરી અને આવતા છ મહીના માટે ચિકિત્સા વીમાની બધી જ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી રહ્યા છે.

છેલ્લા અમુક અઠવાડિયામાં ઓલા, ઝોમેટા અને સ્વીગી જેવી ટેકનિક્લ આધારિત કંપનીઓને છટણીની જાહેરાત કરવામાં આવી હતી. ઝોમેટોએ પોતાના 4000 કર્મચારીઓમાં 13 ટકાની છટણી કરી છે, જ્યારે સ્વીગીએ કહ્યું કે, તે દુનિયાભરમાં 3000 લોકોની છટણી કરી રહ્યા છે. આ તરફ ઓલાએ પણ 1400 કર્મચારીઓની છટણી કરવાનો નિર્ણય કર્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.