ETV Bharat / business

વિસ્તારા એરલાઇન્સ વરિષ્ઠ કર્મચારીઓને મે અને જૂનમાં ચાર દિવસ રજા પર મોકલશે - વિસ્તારા એરલાઇન્સ

વિસ્તારાએ કહ્યું કે, આનાથી કંપનીના 1,200 વરિષ્ઠ કર્મચારીઓ પ્રભાવિત થશે. આ નિર્ણયની અસર કંપનીના ક્રૂ અને એરપોર્ટ પર કામ કરતા બાકીના 2,800 કર્મચારીઓ પર થશે નહીં.

વિસ્તારા
વિસ્તારા
author img

By

Published : May 5, 2020, 6:18 PM IST

નવી દિલ્હી: વિસ્તારા એરલાઇન્સના વરિષ્ઠ કર્મચારીઓ મે અને જૂનમાં ચાર દિવસ પગાર વિના ફરજિયાત રજા પર જશે. કંપનીમાં રોકડ પ્રવાહ જાળવવા કંપનીના સીઈઓ લેસલી થંગે મંગળવારે આ જાહેરાત કરી.

થંગે આ અંગે કંપનીના કર્મચારીઓને ઇ-મેઇલ કર્યા છે. નોંધનીય છે કે, કોરોના વાઇરસ સંકટને કારણે વિશ્વભરમાં હવાઈ વિમાનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

ફ્લાઇટ સર્વિસિસ પરના પ્રતિબંધોને કારણે વૈશ્વિક ઉડ્ડયન ક્ષેત્રને મોટી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. આને વિમાન કંપનીઓની કમાણી પર વિપરીત અસર પડી છે. કંપનીએ એપ્રિલમાં સિનિયર કર્મચારીઓને છ દિવસના પગાર વગરની રજાઓ પર પણ મોકલ્યા હતા.

વિસ્તારાએ કહ્યું કે આનાથી કંપનીના 1,200 વરિષ્ઠ કર્મચારીઓ પ્રભાવિત થશે. આ નિર્ણયની અસર કંપનીના ક્રૂ અને એરપોર્ટ પર કામ કરતા બાકીના 2,800 કર્મચારીઓ પર થશે નહીં.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.