કંપનીએ એક પ્રકાશનમાં જણાવ્યું હતું કે , "ગ્રાહકો એસબીઆઇ કાર્ડ પે માં NFC ટેકનોલોજી દ્વારા પીઓએસ પર ચુકવણી કરી શકે છે. આ માટે, તેઓએ ફક્ત તેમના મોબાઇલ પર ટેપ કરવું પડશે અને આ માટે તેમને POS પર ક્રેડિટ કાર્ડને સ્વાઇપ કરવાની અથવા સ્પર્શ કરવાની અથવા પિન નંબર દાખલ કરવાની જરૂર રહેશે નહીં. આ પેમેન્ટ ફક્ત એન.એફ.સી. (નેચર ફીલ્ડ કમ્યુનિકેશન્સ) ટેકનીકથી સજ્જ POS મશીનો પર જ થઈ શકે છે.
એસબીઆઈ કાર્ડના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર હરદયાલ પ્રસાદે જણાવ્યું હતું કે," ગ્રાહકો એસબીઆઇ કાર્ડ પે પર તેમની દૈનિક ટ્રાન્ઝેક્શનની મર્યાદા પણ નક્કી કરી શકે છે. હાલ, આ સુવિધાનો ઉપયોગ કરીને એક સમયે 2000 રૂપિયા અને દિવસમાં 10,000 રૂપિયા સુધીનું પેમેન્ટ કરી શકાય છે.