ETV Bharat / business

રિલાયન્સના શેરમાં સતત વધારો, પ્રથમ વખત પ્રતિ શેર 2 હજાર રૂપિયાના સ્તરને સ્પર્શ્યો - રિલાયન્સ શેર

રિલાયન્સના શેર આજે 2,010ની ઉંચી સપાટીએ રહ્યા હતા. શેર બીએસઈ પર રૂપિયા 32.25 અથવા 1.64 ટકાના વધારા સાથે રૂપિયા 2,004.10 પર બંધ રહ્યો હતો.

રિલાયન્સ
રિલાયન્સ
author img

By

Published : Jul 22, 2020, 8:56 PM IST

મુંબઈ: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (આરઆઈએલ)ના શેરમાં બુધવારે નવી તેજી આવી હતી અને પહેલીવાર 2000 રૂપિયાનો આંક પાર કર્યો.

રિલાયન્સના શેર આજે 2,010 ની ઉંચી સપાટીએ રહ્યા હતા. શેર બીએસઈ પર રૂપિયા 32.25 અથવા 1.64 ટકાના વધારા સાથે રૂપિયા 2,004.10 પર બંધ રહ્યો હતો.

છેલ્લા ત્રણ મહિનામાં આરઆઈએલનો શેરનો ભાવ લગભગ 48 ટકા વધ્યો છે.

નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ) પર કંપનીનો સંપૂર્ણ પેઇડ અપ શેર બુધવારે ઇક્વિટી દીઠ રૂ. 2004.0 રહ્યો હતો અને 1.65 ટકા વધ્યો હતો. આનાથી કંપનીની માર્કેટ કેપિટલાઇઝેશન રૂપિયા 12.7 લાખ કરોડ (આશરે $170.2 અબજ) થઈ ગયું છે.

માર્કેટ કેપિટલાઇઝેશનમાં આ વધારા સાથે ફોર્બ્સ મેગેઝિનના જણાવ્યા મુજબ, 75 અબજ ડોલરની સંપત્તિ સાથે ધનિક લોકોની યાદીમાં મુકેશ અંબાણી પાંચમા ક્રમે આવ્યા છે. આ યાદીમાં પ્રથમ સ્થાને 185.8 અબજ ડૉલર સાથે એમેઝોનના જેફ બેજોસ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.