ETV Bharat / business

Reliance AGM : રિલાયન્સ પરિવારના 20 લાખ સભ્યોને ફ્રી વેક્સિન આપવામાં આવશે - નિતા અંબાણી - biggest corporate vaccination drive of India

હાલમાં દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (Reliance Industries Limited) ની 44મી એન્યુઅલ જનરલ મીટિંગ (AGM) ચાલી રહી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની સ્પીચ સાથે આ AGM ની શરૂઆત કરવામાં આવી હતી. કંપનીના તમામ 12 ડાયરેક્ટરની ઉપસ્થિતિમાં આ AGM હાલમાં ચાલી રહી છે.

Reliance AGM 2021
Reliance AGM 2021
author img

By

Published : Jun 24, 2021, 4:00 PM IST

  • Reliance AGMની શરૂઆત થતા જ કંપનીના શેરમાં 2 ટકાનો કડાકો
  • AGMમાં કંપનીના તમામ 12 ડાયરેક્ટરો ઉપસ્થિત રહ્યા
  • કોરોનામાં મૃત્યુ પામેલા કંપનીના કર્મચારીઓને શ્રદ્ધાંજલિ અપાઈ

ન્યૂઝ ડેસ્ક : આજે ગુરૂવારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની 44મી એન્યુઅલ જનરલ મીટિંગ (Reliance AGM 2021) ચાલી રહી છે. આ મીટિંગની શરૂઆતમાં કંપનીએ કોરોનામાં મૃત્યુ પામેલા કંપનીના તમામ કર્મચારીઓ માટે એક મિનીટનું મૌન પાળ્યું હતું. જ્યારબાદ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ સ્પીચ આપીને મીટિંગને આગળ વધારી હતી.

આ મહત્વની જાહેરાતો પર રહેશે નજર

  • જિઓ-ગૂગલ સ્માર્ટફોન
  • 5G નેટવર્ક અને 5G સ્માર્ટફોન
  • જિઓબૂક લેપટોપ

જો અમારા દાદા અત્યારે હોત, તો તે ખુબ ખુશ થયા હોત - મુકેશ અંબાણી

મુકેશ અંબાણીએ પોતાની સ્પીચની શરૂઆત કોરોનામાં મૃત્યુ પામેલા કંપનીના કર્મચારીઓને શ્રદ્ધાંજલિ આપીને કરી હતી. જ્યારબાદ તેમણે કહ્યું હતું કે, "કોરોના મહામારી વચ્ચે પણ આપણો કારબોર અગાઉના વર્ષો કરતા વધ્યો છે. જોકે આ કરતા વધારે ખુશી રિલાયન્સની માનવ સેવાથી મળી છે. કોરોનાના કપરા સમયમાં રિલાયન્સ પરિવારે એકજૂટ થઈને કામ કર્યું છે. છેલ્લા એક વર્ષમાં આપણા પ્રયાસોએ રિલાયન્સના સંસ્થાપક ધીરૂભાઈ અંબાણીના પ્રયાસોને આગળ વધાર્યા છે." તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "જો આજે અમારા દાદા સાથે હોત, તો તેઓ ગર્વ મહેસૂસ કરતા. કારણ કે, આ એ જ રિલાયન્સ છે, જે તેઓ જોવા માંગતા હતા." મુકેશ અંબાણીએ આ સાથે રિલાયન્સ દ્વારા નવી મુંબઈમાં સ્થાપિત જિયો ઈન્સ્ટીટ્યૂટમાં આ વર્ષથી શૈક્ષણિક કાર્ય શરૂ કરવાની જાહેરાત પણ કરી હતી.

રિલાયન્સ પરિવારના 20 લાખ લોકોને ફ્રી વેક્સિન - નીતા અંબાણી

રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરમેન નીતા અંબાણીએ કહ્યું હતું કે, કોરોના એ વૈશ્વિક મહામારી છે. તેણે વિશ્વભરમાં માનવતાની કસોટી પારખી છે. આ લડાઈમાં આપણે સાથે મળીને લડવાનું છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (RIL)નું મિશન 'વેક્સિન સુરક્ષા' દેશની સૌથી મોટી કોર્પોરેટ વેક્સિનેશન ડ્રાઈવ (biggest corporate vaccination drive of India) છે. જેના અંતર્ગત રિલાયન્સ પરિવારના રિટાયર્ડ કર્મચારીઓ, પાર્ટનર કંપનીના કર્મચારીઓ અને તમામના પરિવારજનોને મળીને કુલ 20 લાખ લોકોને ફ્રી વેક્સિન આપવામાં આવશે.

ગુજરાતને મોટી ભેટ, જામનગરમાં 5 હજાર એકરમાં બનશે રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ

Reliance AGM 2021 માં મુકેશ અંબાણીએ ગુજરાતને એક મોટી ભેટ આપી છે. તેમણે જામનગરમાં 5 હજાર એકર જમીનમાં રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત કંપની આગામી 3 વર્ષમાં રૂપિયા 60 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરશે. કંપનીનુ લક્ષ્યાંક વર્ષ 2030 સુધીમાં 100 ગીગાવૉટ સોલાર એનર્જી ઉત્પન્ન કરવાનું છે. જેના માટે કંપની જામનગરમાં 4 ફેક્ટરી તૈયાર કરવામાં આવશે,

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.