- રાહુલ બજાજે બજાજ ઓટોના હતા અધ્યક્ષ પદે
- રાહુલ બજાજે આપ્યું રાજીનામું
- તબિયતનું કારણ આપીને છોડી કંપની
નવી દિલ્હી: જાણીતા ઉદ્યોગપતિ રાહુલ બજાજે બજાજ ઓટોના પ્રમુખ પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમની જગ્યા કંપનીના બિન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર નીરજ બજાજ લેશે.
આ પણ વાંચો: બજાજ ફાઇનાન્સનું અધ્યક્ષ પદ છોડશે રાહુલ બજાજ, પુત્ર સંજીવ ચાર્જ સંભાળશે
1972થી કંપનીનું ટોચનું પદ સંભાળ્યું છે
કંપનીએ નિયમનકારી ફાઇલિંગમાં કહ્યું હતું કે, રાહુલ બજાજ 30 એપ્રિલે બજાજ ઓટોના પ્રમુખ અને બિન-કાર્યકારી ડિરેક્ટરનો હોદ્દો છોડશે.
કંપનીએ કહ્યું કે, બજાજ ઓટોના નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન રાહુલ બજાજે-જેમણે 1972થી કંપનીનું ટોચનું પદ સંભાળ્યું છે. તેઓએ તેમની તબિયતનું કારણ આપીને રાજીનામું આપ્યું છે.
આ પણ વાંચો: બજાજ દ્વારા ઈલેક્ટ્રીક અવતારમાં નવા ચેતક સ્કૂટરને કરાયું રજૂ
ઇમેરિટસ પ્રમુખ તરીકે કર્યા નિયુક્ત
રાહુલ બજાજને 1 મેથી પાંચ વર્ષ માટે બજાજ ઓટોના ઇમેરિટસ પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.