ઈન્ડિગોનો માર્ચ કવાર્ટરમાં 589 કરોડ રૂપિયોનો ચોખ્ખો નફો નોંધાયો છે. જે વર્ષ દરમિયાન પહેલા રૂપિયા 118 કરોડ હતો. વીતેલા નાણાકીય વર્ષના ચોથા કવાર્ટરમાં કંપનીની કુલ આવક 36 ટકા વધીને રૂપિયા 7,883 કરોડ હતી. એરલાઈન્સના કહેવા પ્રમાણે આ દરમિયાન તેમની ઉપજ કિલોમીટરમાં 12 ટકાનો વધારો થયો છે. કંપનીની આવક અવેઈલેબલ સીટ કિલોમીટર 6 ટકા વધી ગઈ હતી. જો કે માર્ચ કવાર્ટરમાં કંપનીનો એવરેજ લોડ 89 ટકાથી ઘટી 86 ટકા થયો છે.
ઈન્ડિગોના પરિણામની જાહેરાત બાદ એનાલીસ્ટો સાથે થયેલ કોન્ફરન્સ કૉલમાં સીઈઓ રણંજય દત્તાએ કહ્યું હતું કે જેટ એરવેઝનું કામકાજ બંધ થયા પછી ઈન્ડિગોની આવક પર યુનિટ 3-4 ટકા વધી છે.