ETV Bharat / business

મારુતિનું મે મહિનામાં વેચાણ 86 ટકા ઘટીને 18,539 એકમ પર પહોંચ્યું - મારુતિનું વેચાણ ઘટ્યું

મારુતિના જણાવ્યા મુજબ તેનું સ્થાનિક વેચાણ મે મહિનામાં 88.93 ટકા ઘટીને 13,888 એકમ યુનિટ્સ પહોંચી ગયું છે. જે ગયા વર્ષના સમાન મહિનામાં 1,25,552 એકમ હતું.

મારુતિ
મારુતિ
author img

By

Published : Jun 1, 2020, 4:26 PM IST

નવી દિલ્હી: દેશના સૌથી મોટા ઑટો ઉત્પાદક મારુતિ સુઝુકી ઇન્ડિયા (એમએસઆઈ) એ સોમવારે જણાવ્યું હતું કે, તેનું વેચાણ મે મહિનામાં 86.23 ટકા ઘટીને 18,539 યુનિટ પર પહોંચી ગયું છે. ગયા વર્ષે સમાન મહિનામાં કંપનીએ 1,34,641 વાહનોનું વેચાણ કર્યું હતું.

મારુતિના જણાવ્યા મુજબ તેનું સ્થાનિક વેચાણ મે મહિનામાં 88.93 ટકા ઘટીને 13,888 એકમ યુનિટ્સર પહોંચી ગયું છે જે ગયા વર્ષના સમાન મહિનામાં 1,25,552 એકમ હતું.

અગાઉના મહિનામાં કંપનીએ 4,651 વાહનોની નિકાસ કરી હતી, જે મે 2019 માં 9,089 એકમોની સરખામણીએ 48.82 ટકા ઓછી છે.

વાહન કંપનીએ જણાવ્યું હતું કે લોકડાઉન બાદ સરકારના નિયમો અને માર્ગદર્શિકાને સખત રીતે પાલન કરીને, તેણે 12 મેથી માનેસર ફેક્ટરીમાં અને 18 મેથી ગુડગાંવ પ્લાન્ટમાં મેન્યુફેક્ચરીંગ કામગીરી શરૂ કરી હતી.

સુઝુકી મોટરે ગુજરાતમાં પણ 25 મેથી ઉત્પાદન શરૂ કર્યું છે. કંપની કરારના આધારે મારુતિ સુઝુકી માટે કાર બનાવે છે.

એમએસઆઈએ કહ્યું કે કેન્દ્ર અને રાજ્યોની માર્ગદર્શિકા મુજબ કંપનીના શૉરૂમ પણ શરૂ થવા લાગ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.