દિલ્હીમાં તેની શોરૂમ કિંમત 3.8 લાખથી 6.84 લાખ રૂપિયા હશે. જ્યારે દેશના અન્ય ભાગોમાં તેની કિંમત 3.9 લાખથી 6.94 લાખ રૂપિયાની વચ્ચે રહેશે.
મારુતિ સુઝુકીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શશાંક શ્રીવાસ્તવે જણાવ્યું કે, સ્વચ્છ પર્યાવરણ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને ઇકો-BS-6 ધોરણો દ્વારા વધુ મજબૂત બનાવવામાં આવશે.
આ કંપનીનું નવમું મોડેલ છે જે પ્રદૂષણ નિયંત્રણના નવા ધોરણો સાથે રજૂ કરવામાં આવ્યું છે. ગયા વર્ષે ઇકોનું વેચાણ એક લાખ યુનિટથી ઉપર હતું. જે 2018 ની સરખામણીએ 36 ટકા વધારે છે.
ઇકોની શરૂઆત જાન્યુઆરી 2010 માં મારુતિ દ્વારા કરવામાં આવી હતી. તેનું અત્યાર સુધીમાં કુલ વેચાણ 6.5 લાખ યુનિટના આંકડાથી ઉપર છે.