ભોપાલ : બિઝનેસમેન આનંદ મહિન્દ્રાએ પોતાની કંપનીમાં કામ કરી રહેલા કર્મીઓને કેળના પાનમાં જમવાની અપીલ કરી છે. કંપનીની કેન્ટીનમાં પ્લેના બદલે કર્મીઓને કેળના પાનમાં જમવાનુ અપાઇ રહ્યુ છે. જેની દુનિયામાં પણ માગ વધી રહી છે. આ સમગ્ર જાણકારી તેઓએ ટ્વિટરના માધ્યમથી આપી હતી. આ સાથે તેઓએ પોતાના નિર્ણયના કારણે કેળની ખેતી કરનારા ખેડૂતોને મદદ કરવાની વાત કહી છે.
બિઝનેસમેન આનંદ મહિન્દ્રાના ટ્વિટ બાદ મઘ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે પણ ટ્વિટ કરતા કહ્યું કે, ' આવી જ રીતે સાથે ચાલીને મહામારીનો નાશ કરીશુ.
ઉલ્લેખનિય છે કે લોકડાઉન વચ્ચે આનંદ મહિન્દ્રાએ કર્મીઓને જમાડવાની સારી રીત અપનાવી છે. ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખતા હવે મહિન્દ્રા ગૃપની કંપનીની કેન્ટીનમાં કર્મીઓને પ્લેટના બદલે કેળના પાનમાં જમવાનું પીરસવામાં આવે છે.