લેનોવોએ શનિવારે 3,499 કિંમતની કાર્મે સ્માર્ટવોચ ભારતમાં લોન્ચ કરી હતી. આ વોચ 15 સપ્ટેમ્બરના રોજ ફિલ્પકાર્ટ પરથી ખરીદી શકાશે. તે 1.3 ઇંચ આઇપીએસ કલરફુલ ડિસપ્લે, 2.5 ડી કર્વડ સરફેસ ડિસાઇન સાથે આવી છે.
સ્માર્ટવોચમાં 24 હોવ્રસ હાર્ટ રેટ મોનિટર છે. આ વોચ ઉંઘ અને કાર્યને પણ ટ્રેક કરે છે. જેની બેટરી એકવાર ચાર્જ કર્યા બાદ સાત દિવસ સુધી ચાલે છે. વોચમાં આઠ સ્પોર્ટ મોડ છે, જેમાં સ્કિપિંગ, બેડમિંટન,બાસ્કેટબોલ, ફુટબોલ, સ્વીમિંગ, વોકિંગ, રનિંગ અને સાઇકિલિંગ વગેરે શામેલ છે. આ વોચ બ્લેક અને ગ્રીન કલરમાં ઉપલબ્ધ છે.