આ પુસ્તિકા અનુસાર, આ આઈપીઓ હેઠળ 140,70,69,000 ઇક્વિટી શેર બજારમાં આવશે. તેમાંથી 93,80,46,000 ઇક્વિટી શેર નવા ઇશ્યૂ થશે, જ્યારે 46,90,23,000 ઇક્વિટી શેર વેચવા માટે હશે.
કંપનીએ જણાવ્યું હતું કે, આઈપીઓથી મળેલી આવકનો ઉપયોગ વેપારની વૃદ્ધિની જરૂરિયાતો અને સામાન્ય કોર્પોરેટ કાર્યો માટે થશે. આઈપીઓ પછી કંપનીના શેર BSE અને NSE પર સૂચિબદ્ધ થશે.
IDFC સિક્યોરિટીઝ, HDBC સિક્યોરિટીઝ અને કેપિટલ માર્કેટ્સ ), ICICI સિક્યોરિટીઝ અને એસબીઆઇ કેપિટલ માર્કેટ્સને આ આઈપીઓના મેનેજર બનાવવામાં આવ્યા છે.