નવી દિલ્હી : માઈક્રોસૉફ્ટના સહ-સંસ્થાપક બિલ ગેટ્સે કહ્યું કે,ભારતીય દવા ઉદ્યોગ દેશ માટે જ નહી પરંતુ સમગ્ર દુનિયા માટે કોવિડ-19 વેક્સીન બનાવવા સક્ષમ છે.બિલ એન્ડ મેલિન્ડા ગેટસ ફાઉન્ડેશનના સહ-પ્રમુખ અને ન્યાસીએ કહ્યું કે, ભારતમાં કેટલીક મહત્વપૂર્ણ વસ્તુઓ થઈ છે. જેનો દવા ઉદ્યોગ કોરોના વાઈરસની વેક્સીન બનાવવા માટે કામ કરી રહ્યું છે.
કોવિડ-19 વાઈરસ વિરુદ્ધ ભારતની લડાઈ નામની ડોક્યુમેન્ટરીમાં તેમણે કહ્યું હતું કે, ભારત તેની વિશાળ વસ્તી અને શહેરી કેન્દ્રોને કારણે આરોગ્ય સંકટનો મોટો પડકાર છે. આજે ડિસ્કવરી પ્લસ ચેનલ પર આ ડોક્યુમેન્ટરી પ્રસારિત કરવામાં આવશે.
ભારતના દવા ઉદ્યોગની ક્ષમતાઓ વિશે બિલ ગેટ્સે કહ્યું કે, "ભારત પાસે ઘણી સંભાવના છે. ભારતની દવા અને વૈક્સીન કંપનીઓ આખા વિશ્વને સ્પલાય કરે છે. ભારતમાં સૌથી વધુ રસી બનાવવામાં આવે છે."બીલ ગેટ્સે કહ્યું કે, બાયો-ઈ, ભારત બાયોટેક જે કોરોના વેક્સીન બનાવવામાં માટે મદદ માટે કામ કરે છે.
તેમણે કહ્યું કે, હું ઉત્સાહિત છું કે, દવા ઉદ્યોગ માત્ર ભારત માટે નહિ પરંતુ સમગ્ર દુનિયા માટે વેકસીનનું ઉત્પાદન કરશે.આપણે મૃત્યુઆંક ઘટાડવાની જરૂર છે, અને ખાતરી રાખવાની જરૂર છે કે ,કોરોના વાઈરસનો નાશ કરવાની રોગપ્રતિકારક શક્તિ આપણી અંદર છે.
ગેટસે કહ્યું કે, બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન પણ સરકારનો ભાગીદાર છે. વિશેષ રુપથી બાયોટેકનોલોજી વિભાગ ભારતીય તબીબી સંશોધન પરિષદ (આઈસીએમઆર) અને મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારના કાર્યાલયની સાથે મળી કામ કરી રહ્યું છે.