તેમણે કહ્યું કે આવા પરિવર્તનની જરૂર નથી, તે ઓટોમોબાઈલ ઉદ્યોગને મોટી અસર પહોંચાડી શકે છે. આ યોજના પર, ટીવીએસ મોટરના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર, વેનુ શ્રીનિવાસનએ જણાવ્યું હતું કે, "આ કોઈ પાયાની યોજના નથી તેમજ સૉફ્ટવેર બદલવું અથવા કાર્ડ્સને પ્રિન્ટ કરવા જેવી સહેલી વસ્તુ નથી. આ માટે એક નવી સપ્લાય ચેઇન બનાવવી પડશે અને હાલની સપ્લાય ચેઇનથી દૂર રહેવું પડશે. "
હીરો મોટો કોર્પ દ્વારા જણાવાયું હતું કે નીતિ આયોગની 150 સીસીની ક્ષમતાવાળા તમામ પરંપરાગત ટુ-વ્હીલર વાહનો પર પ્રતિબંધ મૂકવાની યોજનાથી પરિણામો ચિંતા ઊભી કરી શકે છે.
નીતિ આયોગની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે એપ્રિલ 2020 માં દેશમાં ઉત્પાદિત ટુ-વ્હીલર વિશ્વમાં સૌથી ઓછા ઉત્સર્જન કરવા અને વિશ્વ સ્તરે સૌથી વધુ ઉર્જા પ્રદાન કરનારા હશે.
કંપનીએ કહ્યું કે ઈ-વાહન ને લાગુ કરવા કરતા સૌછી આદર્શ સ્થિતિ એ હશે કે એક સ્વસ્થ અને મિશ્રિત નીતિ આપનાવવામાં આવે જે બજારના વલણ અને ગ્રાહક સ્વીકાર્યતા પર આધારિત હોય.