કંપનીએ જણાવ્યું હતું કે ફ્લિપકાર્ટ વીડિઓ પર ભારતીય ભાષાઓમાં શોર્ટ ફિલ્મ્સ, ફિચર ફિલ્મ અને સીરીયલના એપિસોડ્સ ઉપલબ્ધ રહેશે. કંપની તેની વીડિઓ લાઇબ્રેરીને વધારવા માટે વિવિધ મનોરંજન સેવાઓ ઉપ્લબ્ધ કરાવતી કંપનીઓ સાથે વાતચીત કરી રહી છે. કંપનીનો હેતુ 20 કરોડ ઇન્ટરનેટ વપરાશકારો સુધી પહોંચવાનો છે.
ફ્લિપકાર્ટ વીડિઓની સ્પર્ધા તેની હરીફ કંપની એમેઝોન સાથે થશે. જે પહેલેથી જ તેની પ્રાઇમ મેમ્બર હેઠળ ગ્રાહકોને વીડિયો અને સંગીતની સેવાઓ પ્રદાન કરી રહી છે. જો કે, એમેઝોન પ્રાઇમ માટે, ગ્રાહકોએ વાર્ષિક 999 રૂપિયા અથવા માસિક 129 રૂપિયાની નિશ્ચિત ફી ચૂકવવાની હોય છે, જ્યારે ફ્લિપકાર્ટ વીડિઓ સર્વિસ પર જાહેરાતો હશે પરંતુ આ સેવા વપરાશકર્તાઓને મફત ઉપલબ્ધ થશે.
આ સિવાય કંપનીને આ ક્ષેત્રમાં પહેલાથી જ રહેલી નેટફ્લિક્સ અને હોટસ્ટાર, zee 5, SONY LIV, ALT બાલાજી, ટીવીએફ પ્લે અને એમએક્સ પ્લેયર જેવી ઘણી અન્ય કંપનીઓ સાથે સ્પર્ધા મળશે.