નવી દિલ્હી: ફ્લિપકાર્ટ ગ્રૂપે ગુરુવારે દેશના 650 અબજ ડોલરના જથ્થાબંધ વ્યવસાયના બજારમાં પ્રવેશ કરવા માટે એક નવી ડિજિટલ માર્કેટ 'ફ્લિપકાર્ટ હોલસેલ' શરૂ કરવાની જાહેરતા કરી છે. આ ઉપરાંત વોલમાર્ટ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડમાં પણ કંપનીએ 100 ટકા હિસ્સો ખરીદ્યો છે.
વોલમાર્ટ ઇન્ડિયા દેશમાં 'બેસ્ટ પ્રાઇસ' નામથી જથ્થાબંધ દુકાનો ચલાવે છે. હાલમાં તે દેશભરમાં 28 સ્ટોર્સ ધરાવે છે. ફ્લિપકાર્ટ દ્વારા આ જાહેરાત ત્યારે કરવામાં આવી છે કે જ્યારે કંપનીએ હાલમાં જ વોલમાર્ટની આગેવાની હેઠળ રોકાણકારોના ગ્રુપમાંથી 1.2 અરબ ડોલરનું રોકાણ એકત્ર કર્યું છે.જોકે, ફ્લિપકાર્ટે વોલમાર્ટ ઇન્ડિયાના એક્વિઝિશન ડીલની કિંમત અંગે કોઈ ખુલાસો કર્યો નથી. નોંધપાત્ર વાત એ છે કે, વિશ્વની સૌથી મોટી રિટેલ ટ્રેડિંગ કંપનીઓમાંની એક વોલમાર્ટ ઇન્ડિયા, વોલમાર્ટની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે.
વોલમાર્ટે ફ્લિપકાર્ટમાં 77 ટકા હિસ્સો ખરીદવા માટે 2018 માં 16 અબજ ડોલરનું રોકાણ કર્યું હતું. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે 'ફ્લિપકાર્ટ હોલસેલ' B2B ડિજિટલ માર્કેટ હશે.
ફ્લિપકાર્ટ ઓગસ્ટમાં તેની કામગીરી શરૂ કરશે. કંપનીએ કહ્યું કે, તે દેશના છૂટક બજારનું જીવન ટકાવી રાખવા અને નાના અને મધ્યમ ઉદ્યોગોની જરૂરિયાતોને પહોંચી વળવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. કંપની નાના વ્યવસાય ક્ષેત્રને વ્યાજબી કિંમતો પર વિશાળ શ્રેણીના ઉત્પાદનોમાંથી પસંદ કરવાની તક પૂરી પાડશે.
ફ્લિપકાર્ટ હોલસેલનું નેતૃત્વ કંપનીના વરિષ્ઠ કર્મચારી આદર્શ મેનન કરશે. સંપાદન પૂર્ણ ન થાય ત્યાં સુધી વોલમાર્ટ ઇન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સમીર અગ્રવાલ તેમની પોસ્ટ પર કાર્યરત રહેશે. જે બાદ તેને વોલમાર્ટમાં જ બીજી કેટલીક જવાબદારી આપવામાં આવશે. વોલમાર્ટ ઇન્ડિયાના લગભગ 3,500 અન્ય કર્મચારીઓ ફ્લિપકાર્ટમાં જોડાશે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "તે કરિયાણાની દુકાન હોય કે પોશાક, આ તમામ ઉત્પાદનો તેની જગ્યાએ હશે અને ગ્રાહકોને આકર્ષક યોજનાઓ સાથે વિશાળ શ્રેણીમાંથી વસ્તુઓ પસંદ કરવાની તક મળશે. ગ્રાહકોને આ ચીજોનું સપ્લાય એક વિશ્વસનીય નેટવર્ક દ્વારા કરવામાં આવશે જે માર્જિનમાં પણ વધારો કરશે. "