નવી દિલ્હી: પ્રાઇવેટ એરલાઇન્સ કંપની વિસ્તારાએ ફ્લાઇટ દરમિયાન પૂરી પાડવામાં આવતી સેવાઓમાં કેટલાક અસ્થાયી ફેરફાર કર્યા છે. કંપનીએ ગુરુવારે જણાવ્યું હતું કે, જ્યારે લોકડાઉન પછી ફરીથી સંચાલન શરૂ કરે છે, ત્યારે ફ્લાઇટ દરમિયાન શારીરિક સંપર્કના 80 ટકા વિકલ્પોનો ઘટાડો કરવામાં આવશે.
કંપનીએ એક નિવેદનમાં કહ્યું છે કે, લોકડાઉન પછી ફરી કામગીરી શરૂ કરવામાં આવે, ત્યારે મુસાફરો અને ક્રૂ વચ્ચેના શારીરિક સંપર્કમાં ઘટાડો કરવા માટે ભોજનની પસંદગીમાં ઘટાડો કરશે. વિમાનની અંદર વેચાણ કરતી સામગ્રી, સ્વાગતમાં અપાતા પાણીની સેવા સહિત ગરમ ખોરાક અને ગરમ પાણી કરશે. આ સિવાય બિઝનેસ કેટેગરી અને પ્રીમિયમ ઇકોનોમી કેટેગરીમાં સ્ટારબક્સ કોફી અને ટર્કિશ ટુવાલ આપવામાં આવશે નહીં.
મુસાફરોને ગ્લાસમાં પાણી આપવાને બદલે તમામ ઉડાન દરમિયાન 200 મિલીલીટર પાણીની બોટલ આપવામાં આવશે. આ સિવાય પ્રીમિયમ ઇકોનોમી અને ઇકોનોમી ક્લાસ બેઠકમાં ફક્ત કોલ્ડ ડ્રિંક આપવામાં આવશે. આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ માટે મુસાફરોની સેવાઓની સમીક્ષા પણ કરવામાં આવશે.
કોરોના વાઇરસના પ્રકોપને રોકવા માટે 25 માર્ચથી દેશમાં લોકડાઉન ચાલુ છે. આ સમય દરમિયાન બિઝનેસ ક્લાસ ફ્લાઇટ્સને સ્થગિત કરવામાં આવી છે. રાષ્ટ્રીય લોકડાઉન 3 મેના રોજ સમાપ્ત થાય છે, ત્યારબાદ મર્યાદિત સ્તરે ફ્લાઇટ્સ શરૂ થવાની સંભાવના છે.