નવી દિલ્હી: ઓનલાઇન ફૂડ સંબંધિત સેવાઓ પૂરી પાડતી કંપની ઝોમાટોએ શુક્રવારે કહ્યું હતું કે, તે કોરોના વાઈરસના રોગચાળાને કારણે લગભગ 13 ટકા કર્મચારીને છૂટા કરશે. કંપનીમાં લગભગ 4,000 કર્મચારીઓ કાર્યરત છે.
ઝોમાટોના સ્થાપક અને CEO દિપિંદર ગોયલે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક મહિનાઓમાં કંપનીના વ્યવસાયના ઘણા ફેરફાર કરાયા છે. જેમાનાં કેટલાંક ફેરફારો કાયમી બનવા જઈ રહ્યા છે.
તેમણે કહ્યું, "અમે વધુ કેન્દ્રિત છીએ ઝોમાટો તૈયાર કરવાનું ચાલુ રાખીશુ. પરંતુ અમને અમારા બધા કર્મચારીઓને પૂરતા પ્રમાણમાં કામ મળવાની આશા દેખાતી નથી. અમારી પાસે 13 ટકા કર્મચારીઓને કામ આપવાની ક્ષમતા નથી.
ગોયલે કહ્યું કે અમે આવા કર્મચારીઓ પાસેથી અપેક્ષા રાખીએ છીએ કે, તેઓ નવી નોકરી શોધશે. કંપની જૂન મહિનાથી તેના તમામ કર્મચારીઓના પગારમાં 50 ટકાનો ઘટાડો કરશે.