નવી દિલ્હીઃ ડોમેસ્ટિક કોફી ચેઇન કાફે કોફિ ડેએ (CCD) નફા સંબંધીત મામલે નિવેદન આપતા જણાવ્યું હતું કે, ભવિષ્યમાં ખર્ચમાં વધારો થવાની આશંકાને ધ્યાનમાં રાખીને ચાલુ નાણાંકીય વર્ષની પહેલી ત્રિમાસિકમાં 280 આઉટલેટ બંધ કરવામાં આવ્યા છે.
કાફે કોફિ ડેએ (CCD) આપેલા એક નિવેદનમાં જણાવ્યું કે, 30 જૂન, 2020 સુધીમાં CCDના આઉટલેટની સંખ્યા ઘટીને 1,480 થઈ ગઈ છે. કાફે કોફિ ડેની માલિકી કોફિ ડે ગ્લોબલ પાસે છે. જો કોફિ ડે એન્ટરપ્રાઈઝ લિમિટેડની (CDIL) સહાયક કંપની છે.
કંપની દ્વારા જણાવ્યું કે, CCDનું અંદાજિત દૈનિક વેચાણ એપ્રિલ-જૂન દરમિયાન ઘટીને 15,445 થઈ ગયું છે. જે ગત વર્ષે આ સમયગાળા દરમિયાન 15,739 હતું. કંપનીના વેંડિંગ મશીનની સંખ્યા ત્રિમાસિકમાં વધીને 59,115 થઈ છે. જે ગત વર્ષે આ સમયગાળામાં 49,397 હતી.