ETV Bharat / business

ડેવલપર્સને ઘટાડેલા વ્યાજ દરનો લાભ નથી આપી રહી બેન્ક: ક્રેડાઇએ RBIને જણાવ્યું - રિઝર્વ બેંક

ડેવલપર્સની આ સંસ્થાએ રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકિંતા દાસને વિનંતી કરી છે કે બેન્કોને નોન-બેન્કિગ ફાઇનાન્સ કંપનીઓ (એનબીએફસી) અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ (એચએફસી) ના વ્યાજના દરમાં ઘટાડાનો લાભ લેવા સૂચન કરવામાં આવે. રીયલ ઇસ્ટેટ કંપનીઓ માટે મોટાભાગના નાણા આ નાણાકીય સંસ્થાઓ તરફથી આવે છે.

ડેવલપર્સને ઘટાડેલા વ્યાજ દરનો લાભ નથી આપી રહી બેંક: ક્રેડાઇએ RBIને જણાવ્યું

author img

By

Published : May 27, 2020, 10:54 PM IST

નવી દિલ્હીઃ કોવિડ-19 મહામારીના કારણે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ લોનના હપ્તા ટાળવાની મુદતમાં વધુ ત્રણ મહિનાનો વધારો કર્યો છે. એટલે કે જો તમે હોમ કે ઓટો લોન લીધી હોય તો ઈએમઆઈ ઓગસ્ટ સુધી ટાળી શકો છો. બેન્કિગ ક્ષેત્રના જાણકારોનું કહેવું છે કે, આમ તો કોઈ ઈએમઆઈ ન ચૂકવવાનો વિકલ્પ પસંદ કરનાર ગ્રાહકોની લોન એનપીએ અંતર્ગત ન આવે અને ન તો તેના સિબિલ પર કોઈ અસર પડશે. તેમ છતાં આગામી એક વર્ષ સુધી તેની લોન લેવાની ક્ષમતા પર તેની અસર પડવાનું નક્કી છે.

રિયલ્ટી કંપનીઓની સર્વોચ્ચ સંસ્થા ક્રેડાઇએ રિઝર્વ બેન્કને એક પત્ર લખીને ફરિયાદ કરી છે કે, રોકડ સંકટ સાથે સંઘર્ષ કરી રહેલા હોમ લોન લેનારા અને ડેવલપર્સને વ્યાજ દર ઘટાડાથી બેન્કો લાભ નથી આપી રહી.

ઈન્ડિયન બેન્ક્સ એસોસિએશને ઈએમઆઈ ટાળવાને લઈ વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો જાહેર કરતાં કહ્યું કે, જે ઋણદારોની આવકમાં ખાસ ફરક ન પડ્યો હોય તેમણે ઈએમઆઈ સમયસર ભરી દેવો જોઈએ. જો તમારી આવક ખરેખર ઘટી હોય તો આ રાહતનો લાભ ઉઠાવી શકો છે. પરંતુ એક વાત ધ્યાનમાં રાખવી પડશે કે જો તમે ઈએમઆઈ ટાળશો તો આ દરમિયાન તમને કંઈ નહીં થાય પરંતુ બાદમાં વ્યાજ લાગશે અને તમારે ચૂકવવું પડશે.

ડેવસપર્સની આ સંસ્થાએ રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકિંતા દાસને વિનંતી કરી છે કે, બેન્કોને નોન-બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ (એનબીએફસી) અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ (એચએફસી) ના વ્યાજના દરમાં ઘટાડાનો લાભ આપવા સૂચન કરવામાં આવ્યા હતા .

આ સાથે મકાન અને અન્ય કામો માટે લોન લીધેલા લોકોને પણ ત્રણ મહિના માટે લોનના હપ્તા ભરવાની છૂટ આપી છે. હવે આ છૂટ ઘટાડીને છ મહિના કરવામાં આવી છે.ક્રેડાઇએ કહ્યું છે કે રિઝર્વ બેન્કે બેન્કોને હાઉસિંગ લોનના ફ્લોટિંગ વ્યાજ દરની સાથે જોડવાની સૂચના આપી છે, જ્યારે એનબીએફસી અને એચએફસીના કિસ્સામાં, આવી કોઈ સૂચના આપવામાં આવી નથી.

ક્રેડાઇએ પત્રમાં લખ્યું કે, રિજર્વ બેન્કે જાન્યુઆરી 2019 બાદ થી હવે રેપો દરમાં 2.80 ટકા સુધી ઘટાડો કર્યો હતો.ત્યારે બેન્કોએ દેવુ લેનાર લોકોને ઓગસ્ટ 2019 બાદ અત્યાર સુધી 0.70થી લઇ 1.0 ટકા સુધી ઘટાડોનો લાભ આપ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.