નવી દિલ્હી: દેશની સૌથી મોટી કાર કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયાએ ગયા મહિને સ્થાનિક બજારમાં એક પણ કારનું વેચાણ કર્યું નથી. જેનું મુખ્ય કારણ દેશભરમાં 25 માર્ચથી લાગુ થયેલું લોકડાઉન છે.
લૉકડાઉનને કારણે આપવામાં આવેલી સરકારી માર્ગદર્શિકા મુજબ કંપનીના પ્લાન્ટમાં ઉત્પાદન બંધ છે. કંપનીએ શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે એપ્રિલ 2020 માં તેનું ઘરેલું વેચાણ શૂન્ય હતું.
જોકે, બંદરો ખોલ્યા પછી, કંપનીએ મુન્દ્રા બંદરથી 632 કારની નિકાસ કરી. નિકાસ માટે તમામ સલામતી દિશાનિર્દેશોનું પાલન કરવામાં આવ્યું હતું.