કંપનીએ મંગળવારે જાહેરાત કરી હતી કે તે આ વર્ષે એમેઝોન પ્રાઇમ સબસ્ક્રાઇબર્સને શોપિંગ, બચત અને મનોરંજન માટે 1000 થી વધુ નવા ઉત્પાદનો પર ઓફર આપશે. તેમાં સ્માર્ટ ફોન્સ, ઇલેક્ટ્રોનિક્સ અને દૈનિક વપરાશની વસ્તુઓ સામેલ હશે.
ભારત સહિત 18 દેશોમાં પ્રાઇમના 10 કરોડ સભ્યો છે. બેંગલોર, મુંબઈ, નવી દિલ્હી અને હૈદરાબાદ જેવા શહેરોમાં પ્રાઈમ પર વિવિધ પ્રકારના માલસામાનની ઝડપી ઉપભોક્તા ડિલિવરી બે કલાકમાં પ્રદાન કરવામાં આવે છે.
એમેઝોન ઇન્ડિયાના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ અને કન્ટ્રી મેનેજર અમિત અગ્રવાલે જણાવ્યું હતું કે, અમારો સૌથી મોટો તહેવાર પ્રાઇમ મેમ્બર માટે શરૂ થઈ રહ્યો છે, અમારા સભ્યો ગયા વર્ષની સરખામણીએ વધુ મેળવી શકેશે.