- કેટલાક ગ્રાહકોને ખરીદીમાં મુશ્કેલી પડી હતી
- એમેઝોન ડોટ કોમમાં સવારે 10 વાગ્યે ઘણી સમસ્યાઓ જોવા મળી હતી
- મોટાભાગની સમસ્યાઓનો સામનો ભારતીયોએ કર્યો હતો
ન્યુ દિલ્હી: ભારતના કેટલાક ભાગોમાં ગુરુવારે સવારે એમેઝોનની સેવાઓ ખોરવાઈ હતી, જેના કારણે તેની વેબસાઇટ પ્રભાવિત થઈ હતી અને કેટલાક ગ્રાહકોને ખરીદીમાં મુશ્કેલી પડી હતી.
આ પણ વાંચોઃ એમેઝોને ફ્યૂચર-આરઆઈએલ કરાર મામલે સેબી અને શેરબજારોને પત્ર લખ્યો
વેબસાઇટમાં લોગ ઇન અને લોગ આઉટ કરવામાં મુશ્કેલી પડી હતી
વેબસાઇટ ડાઉનડિટેક્ટરમાં જોવામાં આવ્યું હતું કે, એમેઝોન ડોટ કોમમાં સવારે 10 વાગ્યે ઘણી સમસ્યાઓ જોવા મળી હતી અને આ પ્રક્રિયા બપોરે લગભગ 12 વાગ્યા સુધી ચાલુ રહી હતી. આમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, મોટાભાગની સમસ્યાઓનો સામનો ભારતીયોએ કર્યો હતો. જેમને વેબસાઇટમાં લોગ ઇન અને લોગ આઉટ કરવામાં મુશ્કેલી પડી હતી.
કંપનીએ હજુ સુધી ખુલાસો કર્યો નથી
જો કે, કંપનીએ હજી સુધી ખુલાસો કર્યો નથી કે, ભારતમાં આ ટૂંકા ગાબડા પડવાનું કારણ શું હતું.
એમેઝોન એપ પર કેટલીક તકનીકી સમસ્યાઓ જોવા મળી છે
એક યુઝરે ટ્વિટર પર લખ્યું હતું કે, 'આજે એમેઝોન એપ પર કેટલીક તકનીકી સમસ્યાઓ જોવા મળી છે. આનો સામનો મે એકલાએ જ નહિ, પરંતુ મારા કેટલાક મિત્રોએ પણ કર્યો છે. આજ સવારથી અમે કંઇ પણ ક્લિક પણ કરી શક્યા નથી અને કોઈ પુસ્તકો ખરીદી શક્યા નથી. કૃપા કરીને તેમાં તપાસ કરો.
આ પણ વાંચોઃ એમેઝોને સ્ટાર્ટઅપ માટે 4 અઠવાડિયાનો સ્પેસ એક્સેલરેટર પ્રોગ્રામ લોન્ચ કર્યો
ઓર્ડર પ્લેસ કરવામાં મુશ્કેલી આવી રહી છે.
બીજા યુઝરે લખ્યું હતું કે, 'શું એમેઝોન ઇનમાં કોઈ સમસ્યા આવી રહી છે? ઓર્ડર પ્લેસ કરવામાં મુશ્કેલી આવી રહી છે.