- ઝોમેટોને (Zomato) 30 જૂન 2021એ પૂર્ણ થયાલે ક્વાર્ટર દરમિયાન 356.2 કરોડ રૂપિયાની ખોટ થઈ
- કંપનીને સમાન સમયગાળામાં છેલ્લા નાણાકીય વર્ષ દરમિયાન 99.8 કરોડ રૂપિયાની ચોખ્ખી ખોટ થઈ હતી
- ગયા વર્ષે અમે એક સ્વતંત્ર ત્રીજા પક્ષ દ્વારા કરવામાં આવેલા ગિગ ઈકોનોમી વર્કર સરવેમાં સૌથી નીચે હતાઃ દિપિન્દર ગોયલે (Deepinder Goyal)
નવી દિલ્હીઃ ફૂડ ડિલીવરી એગ્રિગેટર (Food delivery aggregator) ઝોમેટોને 30 જૂન 2021એ પૂર્ણ થયેલા ક્વાર્ટર દરમિયાન 356.2 કરોડ રૂપિયાની ખોટ થઈ છે. કંપનીને સમાન સમયગાળામાં છેલ્લા નાણાકીય વર્ષ દરમિયાન 99.8 કરોડ રૂપિયાની ચોખ્ખી ખોટ થઈ હતી.
આ પણ વાંચો- આજે ત્રીજા દિવસે Share Marketની મજબૂત શરૂઆત, નિફ્ટી 16,300ને પાર
સમાન સમયગાળા દરમિયાન છેલ્લી વખત તે 383.3 કરોડ રૂપિયા હતો
ઝોમેટોએ આ અંગે જણાવ્યું હતું કે, આ વખતે જૂને પૂર્ણ થયેલા પહેલા ક્વાર્ટર દરમિયાન ખર્ચ વધીને 1,259.7 કરોડ રૂપિયા થઈ ગયો હતો. જ્યારે સમાન સમયગાળા દરમિયાન છેલ્લી વખત તે 383.3 કરોડ રૂપિયા હતો. દિપિન્દર ગોયલે (Deepinder Goyal) આ અંગે જણાવ્યું હતું કે, ગયા વર્ષે અમે એક સ્વતંત્ર ત્રીજા પક્ષ દ્વારા કરવામાં આવેલા ગિગ ઈકોનોમી વર્કર સરવેમાં સૌથી નીચે હતા. અમે સ્વીકાર્યું હતું કે, અમે વધુ સારું કરવાની જરૂર છે અને પોતાની ડિલિવરી પાર્ટનર્સ માટે કામના માહોલને સારા બનાવવા માટે તેજી સાથે ઘણી પહેલી કરી છે.
કોરોના મહામારીએ પહેલા ક્વાર્ટરમાં ડાઈનિંગ-આઉટ વ્યવસાયને મહત્ત્વપૂર્ણ રીતે અસર કરી
દિપિન્દર ગોયલે (Deepinder Goyal) વધુમાં ઉમેર્યું હતું કે, આવકમા વૃદ્ધિ ઘણી હદ સુધી અમારા મુખ્ય ખાદ્ય વિતરણ વ્યવસાય (Main food distribution business)માં વૃદ્ધિના કારણે હતી, જે એપ્રિલથી શરૂ થનારી ગંભીર કોરોનાની લહેરમાં પણ વધતી રહી. બીજી તરફ કોરોના મહામારીએ પહેલા ક્વાર્ટરમાં ડાઈનિંગ-આઉટ વ્યવસાયને મહત્ત્વપૂર્ણ રીતે અસર કરી હતી, જે 2021ના ચોથા ક્વાર્ટરમાં ઉદ્યોગને મહત્ત્વપૂર્ણ રીતે અસરગ્રસ્ત કર્યું, જેથી 2021ની ચોથા ક્વાર્ટરમાં ઉદ્યોગને થયેલા મોટા લાભને ઉલટાવી દે છે.
ઝોમેટોનો કુલ ખર્ચ વધીને 1,259.7 કરોડ રૂપિયા થયો
બીજી તરફ કોરોનાએ પહેલા ક્વાર્ટરમાં ડાઈનિંગ-આઉટ વ્યવસાયનો મહત્ત્વપૂર્ણ રીતે અસર કરી છે, જે ચોથા ક્વાર્ટરમાં ઉદ્યોગને થયેલા મોટા લાભને ઉલટાવી દે છે. ઝોમેટોનો કુલ ખર્ચ વધીને 1,259.7 કરોડ રૂપિયા થયો છે. ઝોમેટોએ આ અંગે વધુમાં કહ્યું હતું કે, તેમનું ભારત ખાદ્ય વિતરણ વ્યવસાય યોગદાન હકારાત્મક બન્યો છે. આથી જૂન ક્વાર્ટરમાં યોગદાન માર્જિન ક્રમશઃ રીતે થોડો ઓછું થયું છે. ઝોમેટોએ વધુમાં ઉમેર્યું હતું કે, ભારતના ખાદ્ય વિતરણ વ્યવસાયે અમારા ઈતિહાસમાં કોઈ પણ ક્વાર્ટરમાં અથ્યાર સુધીના સૌથી વધુ કુલ ઓર્ડર કિંમત (gross order value) આદેશોની સંખ્યા, લેવડદેવડ કરનારા ઉપયોગકર્તાઓ, સક્રિય રેસ્ટોરાં ભાગીદારો અને સક્રિય વિતરણ ભાગીદારોની સૂચના આપી હતી.