- સપ્તાહના પહેલા દિવસે આજે શેર બજારમાં (Share Market) ફરી રોનક પાછી ફરી
- સેન્સેક્સ (Sensex) 264.21 પોઈન્ટ અને નિફ્ટી (Nifty) 85.90 પોઈન્ટ ઉછળ્યો
- સેન્સેક્સ (Sensex) 61,000 અને નિફ્ટી (Nifty) 19,000ની નજીક પહોંચ્યો
અમદાવાદઃ સપ્તાહના પહેલા દિવસે આજે શેર બજારમાં (Share Market) ફરી રોનક પાછી ફરી છે. આજે સવારે 9.44 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 264.21 પોઈન્ટ (0.46 ટકા)ના ઉછાળા સાથે 60,964.90ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 85.90 પોઈન્ટ (0.47 ટકા)ના ઉછાળા સાથે 18,188.65ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.
આ પણ વાંચો- વડાપ્રધાન મોદીએ મની લોન્ડરિંગ, આતંકવાદી ભંડોળમાં ક્રિપ્ટોકરન્સીના ઉપયોગ અંગે ચિંતા વ્યક્ત કરી
એશિયન બજારમાં ઉછાળા સાથે વેપાર
વૈશ્વિક બજારની (Global Market) વાત કરીએ તો, એશિયન બજારમાં (Asian Market) ઉછાળા સાથે વેપાર જોવા મળી રહ્યો છે. એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 18,202ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે સ્ટ્રેઈટ ટાઈમ્સ (Straits Times) 3,264.07ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. તો કોસ્પીમાં 30.81 ટકા અને શાંઘાઈ કોમ્પોઝિટમાં 10.22 પોઈન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે. બીજી તરફ હેંગસેંગ પણ 20.63 પોઈન્ટના ઘટાડા સાથે વેપાર કરી રહ્યો છે.
આ પણ વાંચો- નોટબંધીના 5 વર્ષ પછી ડિજિટલ ચૂકવણીની સાથે ચલણી નોટનું પ્રમાણ પણ વધ્યું
આજે આ શેર્સ ચર્ચામાં રહેશે
આજે દિવસભર એડવાન્સ સિન્ટેક્સ (Advance Syntex), બિનાની ઈન્ડસ્ટ્રીઝ (Binani Industries), કન્ટેનરવે ઈન્ટરનેશનલ (Containerway International), ઈસ્ટ ઈન્ડિયા સિક્યોરિટીઝ (East India Securities), જીસીસીએલ કન્સ્ટ્રક્શન (GCCL Construction), ગોલ્ડ લાઈન ઈન્ટરનેશનલ (Gold Line International), હેમાદ્રી સિમેન્ટ્સ (Hemadri Cements) જેવા શેર્સ ચર્ચામાં રહેશે.