- ભારતીય ઉદ્યોગપતિ બન્યા સૌથી મોટા દાનવીર
- રોજના 22 કરોડ કર્યા દાન
- વિપ્રોના માલિક અઝીમ પ્રેમજીએ દર વર્ષે સમાજસેવાના કાર્યોમાં સૌથી વધારે દાન કર્યુ
- પ્રેમજીએ નાણા વર્ષ 2020માં દર રોજ 22 કરોડ રુપિયાનું દાન કર્યુ
મુંબઇ : IT ક્ષેત્રની કંપની વિપ્રોના માલિક અઝીમ પ્રેમજીએ દર વર્ષે સમાજસેવાના કાર્યોમાં સૌથી વધારે દાન કર્યુ છે.ડોનેશન આપવાના મામલામાં તેમણે એચસીએલ ટેક્નોલોજીના માલિક શિવ નાડરને પાછળ છોડ્યા છે. અને યાદીમાં સૌથી ઉપર જગ્યા બનાવી છે. દેશમાં મોટા દાનવીરની લિસ્ટમાં હુરુન ઈન્ડિયા અને એડેલગિવ ફાઉન્ડેશનને મળીને બનાવી છે.
રોજના 22 કરોડ કર્યા દાન કર્યું વિપ્રોના માલિક અઝીમ પ્રેમજીએ
એલ્ડગિવ હારૂન ઈન્ડિયા ફિલેન્થ્રપી 2020 લિસ્ટ’ જાહેર કરવામાં આવ્યું હતું. આ લિસ્ટ પ્રમાણે ભારતમાં સૌથી મોટા દાનવીર વિપ્રોના અઝીમ પ્રેમજી છે. તેમણે એક વર્ષમાં 7904 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. એટલે કે રોજના અંદાજે 22 કરોડ રૂપિયા આપ્યા છે. લિસ્ટમાં બીજા ક્રમે એચસીએલ ટેકનોલોજીના શીવ નાદર છે, જેમણે કરેલું દાન 795 કરોડ છે. જ્યારે ત્રીજા ક્રમે 458 કરોડ સાથે મુકેશ અંબાણી છે. ગુજરાતના અગ્રણી ઉદ્યોગપતિ અદાણીએ પણ દાન આપવામાં ભારે કંજૂસાઈ કરી છે. 88 કરોડની મામુલી રકમ સાથે તેઓ નવમાં ક્રમે છે.
ડોનેશનનો મોટો ભાગ પીએમ કેર ફંડમાં ગયો
આ વર્ષે કોર્પોરેટ ડોનેશનનો મોટો ભાગ પીએમ કેર ફંડમાં ગયો છે. જેમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીએ 500 કરોડ અને આદિત્ય બિરલા ગ્રુપે 400 કરોડનું ડોનેશન આપ્યું છે. સાથે ટાટા ગ્રુપના કુલ ડોનેશમાં પીએમ કેર્સ ફંડને આપવામાં આવ્યું છે. ટાટા ગ્રુપના કુલ 500 કરોડના દાનનો સમાવેશ થયો છે. કોરોના સામે લડવા સૌથી વધારે ફંડ 1500 કરોડ ટાટા સન્સે આપ્યું છે. અઝિમ પ્રેમજીએ 1125 કરોડ અને મુકેશ અંબાણીએ 510 કરોડ રુપિયા દાન કર્યા છે. વર્ષમાં 10 કરોડથી વધારે દાન આપનારોઓની સંખ્યા વધીને 78 થઈ ગઈ છે. જે ગત વર્ષ 72 હતા.
40થી નીચેની વયના એકમાત્ર દાનવીર બિન્ની બંસલ
લિસ્ટમાં સંસ્થા ઉપરાંત વ્યક્તિઓનો પણ સમાવેશ કરાયો છે, જેણે કંપનીને બદલે પોતાની આવકમાંથી દાન કર્યું હોય. લિસ્ટમાં 40થી નીચેની વયના એકમાત્ર દાનવીર તરીકે 37 વર્ષના બિન્ની બંસલનો સમાવેશ થયો છે, જેઓ ફ્લિપકાર્ટના સહ-સ્થાપક છે. તેમણે દાન કરેલી રકમ રૂપિયા પાંચ કરોડ છે.
શિક્ષણ ક્ષેત્રમાં સૌથી વધુ દાન
ઉલ્લેખનીય છે કે લિસ્ટમાં દાનવીરની કુલ સંખ્યા 112 છે. બધાએ મળીને 12,050 કરોડનું દાન કર્યું હતું, જે ગયા વર્ષ કરતા 175 ટકા વધારે છે. તો વળી જેમણે 10 કરોડથી વધારે દાન કર્યું હોય એવા દાનવીરોની સંખ્યા વધીને 37માંથી 78 થઈ હતી. સેક્ટર મુજબ જોવામાં આવે તો સૌથી વધુ દાન શિક્ષણને મળ્યું છે. શિક્ષણમાં કુલ 9,324નું દાન મળ્યું છે.
એ પછી આરોગ્ય (667 કરોડ), ડિઝાસ્ટર રિલિફ-મેનેજમેન્ટ (359 કરોડ), ગ્રામ્ય વિકાસ (274 કરોડ) અને પર્યાવરણ વિકાસને (181 કરોડ) દાન મળ્યું હતું. શહેર મુજબ જોઈએ તો સૌથી વધુ 36 દાનવીરો મુંબઈમાંથી આવ્યા છે. એ પછી દિલ્હીના 20 અને બેંગાલુરના 10 દાનવીરો લિસ્ટમાં નોંધાયા છે.