જિઓ વાઇ-ફાઇ કોલિંગની મુખ્ય ખાસિયતો નીચે મુજબ છેઃ
1.જિઓ વાઇ-ફાઇ કોલિંગ માટે ગ્રાહકો કોઈપણ વાઇ-ફાઇ નેટવર્કનો ઉપયોગ કરી શકે છે
2. વોઇસ અને વીડિયો કોલ્સ ઉત્તમ વોઇસ/વીડિયો-કોલિંગ અનુભવ પ્રદાન કરવા વોલ્ટી અને વાઇ-ફાઈ વચ્ચે અબાધિત રીતે સ્વિચ ઓવર થશે
3.જિઓ વાઇ-ફાઇ કોલિંગ હેન્ડસેટની સૌથી મોટી ઇકોસિસ્ટમ પર કામ કરે છે
4.જિઓના ગ્રાહકો વાઇ-ફાઇ કોલ્સ પર વીડિયો પણ કરી શકે છે
5.અને આ તમામ કોઈપણ પ્રકારના વધારાના ખર્ચ વિના ઉપલબ્ધ છે.
જિઓના ડાયરેક્ટર આકાશ અંબાણીએ આ સેવા શરૂ કરવા અંગે જણાવ્યું હતું કે, “જિઓમાં અમે ગ્રાહકને શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરવા અને તેમની સમસ્યાઓનું સમાધાન કરવા સતત ઇનોવેશન કરીએ છીએ. આ તબક્કે જ્યારે જિઓ ગ્રાહક દર મહિને સરેરાશ 900 મિનિટ વોઇસ કોલનો ઉપયોગ કરે છે અને ગ્રાહકોની સંખ્યા વધી રહી છે, ત્યારે જિઓ વાઇ-ફાઇ કોલિંગ જિઓના દરેક ગ્રાહકનો વોઇસ-કોલિંગ અનુભવને ઉત્કૃષ્ટ બનાવશે,જે ભારતના પ્રથમ સંપૂર્ણ વોલ્ટી નેટવર્ક સાથે ઉદ્યોગજગતનું માપદંડ બની ચૂક્યો છે.” જિઓ વાઇ-ફાઇ કોલિંગને સક્ષમ બનાવવા સ્ટેપ-બાય-સ્ટેપ ગાઇડ Jio.com/wificalling પર ઉપલબ્ધ છે અને જિઓ વાઇ-ફાઇ કોલિંગ 7થી 16 જાન્યુઆરી, 2020 વચ્ચે આખા ભારતમાં ઉપલબ્ધ બનશે.
![જિઓની નવી સર્વિસ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-ahd-17-jio-free-wi-fi-photo-story-7202752_08012020200202_0801f_1578493922_254.jpg)
![જિઓની નવી સર્વિસ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-ahd-17-jio-free-wi-fi-photo-story-7202752_08012020200202_0801f_1578493922_432.jpg)