વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે અમેરિકા-ભારત રણનીતિક સંયુક્ત મંચના સદસ્યો સાથે વાતચીત કરી. વડાપ્રધાન સાથે મુલાકાત કરનારા ડેલીગેટ્સમાં USISPFના પ્રમુખ અને સીઈઓ મુકેશ અધી પણ સામેલ હતા. તેમણે ઈટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું કે, અમેરિકા જલ્દી જ વ્યાપારના કરારને અંતિમ સ્વરૂપ આપશે. અમેરિકાની કંપનીઓ કાશ્મીરમાં નિવેશ કરવા માટે ઉત્સુક છે.
ભારત-અમેરિકા ની ટ્રેડ સ્થિતિ અંગે તેમણે કહ્યું હતુ કે વ્યાપાર કરાર અને બંને દેશોના વ્યાપારને અલગ રીતે જોવાની જરૂર છે. અમે આશા રાખીએ છે કે ભારત સાથે અમારો વ્યાપાર આ વર્ષે 142 બિલિયન અમેરિકી ડૉલરથી વધી 160 બિલિયન સુધી પહોંચશે. ગયા ત્રણ માસના ગાળામાં ભારત-અમેરિકાની નિકાશ 30 ટકા વધી હતી.
વ્યાપાર કરારમાં હંમેશા અડચણો આવતી હોય છે. ભારતમાં પણ વ્યાપાર કરવામાં કેટલીક મુશ્કેલીઓ છે. સફરજન અને બદામની નિકાસ કરવાના સમયે અડચણો જોવા મળી હતી. આપણે આ અંગે સંતુલન જાળવવાનો પ્રયત્ન કરવાની જરૂર છે. પિયુષ ગોયલ અને એસ. જયશંકર બંનેનો દ્રષ્ટિકોણ વ્યાપાર સંદર્ભે સકારાત્મક રહ્યો છે.
ભારતે અમેરિકાની કંપનીઓને આકર્ષિત કરવાના મુદ્દે તેમણે કહ્યું હતુ કે, વિયતનામ, થાઈલેન્ડ અને બાંગ્લાદેશ જે કંપનીઓ જઈ રહી છે તેની સંખ્યા ખૂબ ઓછી છે. અમેરિકાની કંપનીઓ કુશળ ઈજનેરી બળ અને કુશળ ડિઝાઈનર શોધી રહી છે. જે ફક્ત ભારતમાં જ મળી રહે તેમ છે. ભારતે ફક્ત કંપનીઓ અને તેમની જરૂરીયાતને સમજવાની જરૂર છે. ઉપરાંત કંપનીઓને પોતાના સંશાધનો અંગે વાકેફ કરવી પડશે. ભારત ઈઝ ઓફ ડૂંઈગ બિઝનેશના મુદ્દે 77માં સ્થાને છએ. પરંતુ ચીન 26માં ક્રમાંકે છે. આ અંતર પર ભારતે ધ્યાન આપવું પડશે.
વડાપ્રધાન મોદી સાથેની મુલાકાત અધીએ જણાવ્યું કે, અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહ્યું કે ભારત હજુ પણ આશાસ્પદ બજાર છે. અમે ભારતમાં પોતાની દરેક વસ્તુ બેઘણી કરીશું. હવેથી 5 કે 10 વર્ષ પછી ભારત 5 બિલિયન અમેરિકી ડૉલરનું બજાર બની જશે. અમે પણ આ યાત્રાનો ભાગ બનવા માંગીએ છે. જેના જવાબમાં વડાપ્રધાને કહ્યું કે અમારા પાસે લોકતંત્ર અને મગજ બંને છે, તમે જેનો લાભ ઉઠાવી શકો.
જમ્મુ કાશ્મીરમાં વ્યાપાર અંગે પોતાનો મત રજૂ કરતાં કહ્યું કે અમેરિકી કંપનીઓ કાશ્મીરમાં રોકાણ માટે રસ દાખવી ચૂકી છે. તમારી પાસે એક એવો વિસ્તાર છે જે મહાન પર્યટન સ્થળ બની શકે છે. જમ્મુ-કાશ્મીરમાં રોકાણ સમિટ કે શિખર સમ્મેલન ખૂબ જ વહેલીતકે જોવા મળશે.