આંકડા અને પ્રોગ્રામ અમલીકરણ મંત્રાલયે જાન્યુ-માર્ચ 2019ના સમયગાળાની ત્રીમાસિક બુલેટિન બહાર પાડી છે. આ બુલેટિન શહેરી વિસ્તારોમાં શ્રમનાં સૂચકાંકોનો અંદાજ રજૂ કરે છે.
આંકડા પરથી જાણી શકાય છે કે, જાન્યુઆરી-માર્ચ 2019 દરમિયાન શહેરી વિસ્તારમાં અંદાજે 9.3 ટકા હતો. જ્યારે એપ્રિલ-જૂન 2018 દરમિયાન આ દર 9.8 ટકા હતો.
ધીમી આર્થિક વૃદ્ધિ વચ્ચે સરકારની બેરોગારીનાં ઉંચા દરના લીધે આકરી ટિકાનો સામનો કરવો પડ્યો હતો. ચાલુ વર્ષનાં મે મહિનામાં સરકારી આંકડા દ્વારા જાણવા મળ્યું કે, 2017-18 દરમિયાન બેરોજગારીના કુલ શ્રમ શક્તિના 6.1 ટકા લોકોની ઉંમર 45 વર્ષથી વધુ છે.