ETV Bharat / business

Ukraine Russia Crisis : રશિયા યુક્રેનના યુદ્ધથી ભારતમા થઇ શકે છે આ જીવનજરૂરી વસ્તુઓ મોઘી - Goldman Sachs Group Inc.

રશિયા અને યુક્રેનમાં યુદ્ધનો માહોલ જામ્યો છે, તેના કારણે ભારતમાં પણ જીવનજરૂરી ચિજ વસ્તુઓ મોંધી થઇ શકે છે. ભારતના સેર માર્કેટ પર પણ તેની અસર જોવા મળી છે, જેમાં પણ કરોડો રુપિયાનું ધોવાણ થયું છે. ભારતના યુક્રેન, રશિયા સાથેના વેપાર સંબંધો પર પણ મોટી અસર પડવાની શક્યતાઓ રહેલી છે.

Ukraine Russia Crisis
Ukraine Russia Crisis
author img

By

Published : Feb 24, 2022, 1:04 PM IST

Updated : Feb 24, 2022, 4:03 PM IST

ન્યુ દિલ્હી: યુક્રેન પર રશિયાના હુમલાની અસર (Russia Ukraine War) ભારતીય શેર બજાર પર પડી છે. ત્યારે સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય શેર બજારમાં (Stock Market India) મોટો કડાકો જોવા મળ્યો છે.

શેરબજારમાં તીવ્ર ઘટાડો

રશિયા અને યુક્રેન (Russia Ukraine War) વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની બજાર પર ખૂબ જ ખરાબ અસર પડશે. ગોલ્ડમૅન સૅક્સના જણાવ્યા મુજબ, યુક્રેનની કટોકટી ગયા શુક્રવારના બંધ કરતાં US શેરોને વધુ 6 ટકા નીચે ધકેલશે. ગોલ્ડમૅન સૅશ ગ્રુપ ઇન્કના (Goldman Sachs Group Inc) જણાવ્યા અનુસાર યુરોપ અને જાપાનમાં વધુ ખરાબ નુકસાન સાથે વૈશ્વિક લોકો બિઝનેસ માટે અશાંતિનું વાતાવરણ ઊભું કરી રહ્યાં છે.

ભારતીય શેરબજારના રોકાણકારોને થઈ શકે છે ઘણું નુકસાન

S And P 500 ઇન્ડેક્સમાં સરેરાશ 6 ટકા થી 8 ટકા વેચાણનું દબાણ ભૌગોલિક રાજનીતિને કારણે સર્જાઈ શકે છે. નાસ્ડેક સહિત અમેરિકા બજારોમાં તીવ્ર ઘટાડાની આગ ભારતીય બજારો સુધી પહોંચી રહી છે. તણાવ અને યુદ્ધના ભય વચ્ચે BSE-લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડી માત્ર પાંચ દિવસના ગાળામાં રૂપિયા 9.1 લાખ કરોડ ઘટી ગઈ છે. 16 ફેબ્રુઆરીથી માર્કેટમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. નિષ્ણાતોના મતે માર્કેટમાં વેચાણનું વર્ચસ્વ રહેશે. આવી સ્થિતિમાં ભારતીય શેરબજારના રોકાણકારોને ઘણું નુકસાન થઈ શકે છે.

ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો

યુક્રેન સંકટ વચ્ચે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત સાત વર્ષની ટોચે પહોંચી ગઈ છે. મંગળવારે કાચા તેલમાં 2.03 ટકાનો ઉછાળો આવ્યો હતો, જેના પછી કિંમત 97 ડોલરથી વધુ પહોંચી ગઈ છે. નિષ્ણાતોના મતે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થશે અને તે ડોલર100 સુધી પહોંચી શકે છે. બજારના જાણકારોના મતે જો આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતો સતત વધતી રહેશે તો તેની સંપૂર્ણ અસર સ્થાનિક બજાર પર પડશે. જેના કારણે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો વધારો થઈ શકે છે.

આ પણ વાંચો: યુક્રેન પર રશિયાના હુમલાની અસર શેર બજાર પર પડી, સેન્સેક્સ 1,426 પોઈન્ટ તૂટ્યો

ભારતીય રૂપિયામાં ઘટાડો

પૂર્વ યુરોપમાં વધતા તણાવને કારણે મંગળવારે શરૂઆતના કારોબારમાં અમેરિકી ડૉલર સામે રૂપિયો 24 પૈસા ઘટીને 74.79 પર પહોંચ્યો હતો. ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જમાં, યુએસ ડોલર સામે રૂપિયો 74.71 પર ખૂલ્યો હતો, પછી વધુ લપસીને 74.79 પર પહોંચ્યો હતો, જે અગાઉના બંધ કરતાં 24 પૈસાનો ઘટાડો નોંધાવ્યો હતો. રિલાયન્સ સિક્યોરિટીઝના વરિષ્ઠ સંશોધન વિશ્લેષક શ્રીરામ ઐયરે જણાવ્યું હતું કે, "યુક્રેનની કટોકટી વધવાની આશંકાથી મંગળવારે સવારે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થયો હતો, જ્યારે મોટા ભાગના એશિયન અને ઊભરતાં બજારના સાથીદારો યુએસ ડોલર સામે નબળા હતા."

સોનું રૂપિયા 50,000ને પાર

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું રૂ. 50,000ને પાર કરી ગયું છે. તે જ સમયે, ચાંદી 64,552 ને પાર કરી ગઈ છે. ક્રિપ્ટોકરન્સીની વાત કરીએ તો, યુક્રેન કટોકટીથી બિટકોઈન બે સપ્તાહથી વધુની નીચી સપાટીએ આવી ગયો હતો. કેટલાક વિશ્લેષકોના મતે, બિટકોઈનની કિંમત $30,000 થી નીચે આવી શકે છે. મંગળવારે, બિટકોઈન સતત છઠ્ઠા દિવસે ઘટીને 36,372ની નીચી સપાટીએ પહોંચ્યો હતો. તે જ સમયે, ઈથર 2.9% અને XRP 6.7% ડાઉન સાથે, અન્ય ક્રિપ્ટોકરન્સીમાં પણ ઘટાડો થયો.

આ પણ વાંચો: પુતિને લશ્કરી કાર્યવાહીની કરી જાહેરાત, કહ્યું- યુક્રેનિયન સૈનિકો શસ્ત્રો મુકી ઘરે જાય

ભારતના યુક્રેન, રશિયા સાથેના વેપાર સંબંધો પર અસર પડશે

જો યુક્રેન સંકટ વધશે તો ભારતના યુક્રેન અને રશિયા સાથેના વેપાર સંબંધો પર અસર પડી શકે છે. ટ્રેડિંગ ઈકોનોમિક્સના ડેટા અનુસાર, વર્ષ 2020માં યુક્રેન અને ભારત વચ્ચે 1.97 અબજ ડોલરની નિકાસ થઈ છે. બંને દેશો વચ્ચે લગભગ $720.21 મિલિયનની આયાત કરવામાં આવી છે. તે જ સમયે, વર્ષ 2020 માં, ભારતે રશિયાને $ 5.94 બિલિયન અને યુક્રેનમાં $ 2.12 બિલિયનની આયાત કરી છે. 2020માં યુક્રેને ભારતમાંથી ખનિજ ઇંધણ, તેલ, મશીનરી, પરમાણુ રિએક્ટર અને બોઇલર, તેલના શેડ, અનાજના શેડ ફળોનો ઓર્ડર આપ્યો છે. રશિયાએ ભારતમાંથી ખાતરો, પ્રાણીઓ, વનસ્પતિ ચરબી અને તેલ અને ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રિકલ સાધનોની નિકાસ કરી છે.

Last Updated : Feb 24, 2022, 4:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.