નવી દિલ્હી: દૂરસંચાર નિયામક ટ્રાઇએ ટેલીકોમ ઓપરેટર્સને કહ્યું કે, પ્રીપેડ યૂઝર્સની વેલેડિટીનો સમય વધારવાનો આદેશ આપ્યો છે. જેના લીધે 21 દિવસના લૉકડાઉનમાં યૂઝર્સને સતત સેવાઓ મળતી રહે. ભારતીય દૂરસંચાર નિયામક પ્રાધિકરણે પ્રીપેડ ઉપયોગકર્તાને પ્રાથમિક આધાર પર સેવાઓ પુરી પાડવા માટે આ પગલું ભર્યું છે.
TRAIએ તમામ દૂરસંચા કંપનીઓને લખેલા પત્રમાં કહ્યું કે, તમામ પ્રીપેડ ઉપભોક્તાને લૉકડાઉન દરમિયાન દૂરસંચાર સેવાઓ પુરી પાડવા માટે આવશ્યક પગલું ભરવાની જરૂર છે.
કોરોના વાઇરસના સંક્રમણથી બચવા માટે દેશમાં 21 દિવસ માટે લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. તેમાં તમામ કંપનીઓને પ્રીપેડ ઉપભોક્તા માટે રિચાર્જ વાઉચર અને ચૂકવણીના વિકલ્પની વાત કરી છે. ટ્રાઇએ કહ્યું કે, દૂરસંચાર સેવાઓને આવશ્યક શ્રેણીમાં રાખવામાં આવ્યા છે અને તેને લૉકડાઉનથી છૂટ આપવમાં આવી છે.
જો કે, લૉકડાઉનથી કસ્ટમર સર્વિસ સેન્ટર અને પ્વાઇન્ટ ઓફ સેલ સર્વિસ પર પણ પ્રભાવ પડી રહ્યો છે.