ETV Bharat / business

ફ્લિપકાર્ટ અને એમેઝોનના તહેવારના સેલ પર રોક લગાવવાની માગ - FDIના માપદંડો

નવી દિલ્હીઃ કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT)એ સરકારને પત્ર લખીને ઇ-કોમર્સ ફ્લિપકાર્ટ, એમેઝોન જેવી કંપનીઓ દ્વારા તહેવારની સીઝનમાં કરવામાં આવતા સેલને રોકવાની માગ કરવામાં આવી છે.

ફ્લિપકાર્ટ અને એમેઝોનના તહેવારના સેલ પર રોક લગાવવાની માગ
author img

By

Published : Sep 15, 2019, 7:53 PM IST

ટ્રેડર્સની આ પ્રતિક્રિયા ફ્લિપકાર્ટ દ્વારા 'ધ બિગ બિલિયન ડેઝ' સેલની તારીખોની જાહેરાત કર્યાના અમુક દિવસો બાદ જ આવી હતી. ટ્રેડર્સે ફ્લિપકાર્ટ ઉપરાંત તેની પ્રતિસ્પર્ધી કંપની એમેઝોન અને તેના જેવી જ અન્ય ઇ-કોમર્સ કંપનીઓના તહેવારની સીઝનના સેલ પર નિંયત્રણ લગાવવાની માગ કરી છે.

હાલમાં જ ફ્લિપકાર્ટ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, દિવાળી અને દશેરા પહેલા તેમના દર વર્ષે થનારા છૂટક 6 દિવસીય સેલ 29 સપ્ટેમ્બરથી શરૂ થશે. એમેઝોન દ્વારા તેમના વાર્ષિક બમ્પર સેલની તારીખો જાહેર કરવાની બાકી છે.

આજ-કાલ તહેવારના દિવસોમાં ઇ-કોમર્સ પ્લેટફોર્મ ગ્રાહકોને આકર્ષિત કરતી ભારે ડિસ્કાઉન્ટ સાથે પોતાની પ્રોડક્ટ્સ રજૂ કરતા હોય છે, કારણ કે, ભારતમાં તહેવારની સીઝનમાં ખરીદી સૌથી ઉંચા સ્તરે હોય છે.

CAITએ વાણિજ્ય તેમજ ઉદ્યોગપ્રધાન પિયુષ ગોયલને પત્ર લખ્યો અને કહ્યું કે, 'આ કંપનીઓ પોતાના ઇ-કોમર્સ પોર્ટલ પર 10થી લઇને 80 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપીને ગ્રાહકોને આકર્ષે છે. આ કંપનીઓ દ્વારા રજૂ કરવામાં આવતા સેલ અસમાનતા નીતિઓનું ઉલ્લંઘન કરે છે.'

આ ઉપરાંત સીએઆઇટીએ કહ્યું કે, તહેવારની સીઝન દરમિયાન વિભિન્ન ઇ-કોમર્સ પ્લેટફોર્મ દ્વારા આપવામાં આવતા ડિસ્કાઉન્ટ્સ વિદેશી પ્રત્યક્ષ નિવેશના નિયમોની પણ વિરૂદ્ધ છે.

આ ઇ-કોમર્સ પ્લેટફોર્મ ખુ્લ્લેઆમ FDIના માપદંડોની વિરૂદ્ધ છે. તહેવારના સમયે લગાવાતા સેલ પર રોક લગાવવાનો આદેશ આપવો જોઇએ અને એ વાતની પણ તપાસ કરવી જોઇએ કે, આ કંપનીઓ કઇ રીતે FDIના માપદંડોનું પાલન કરી રહી છે. તે અનુસાર તેમના વિરૂદ્ધ તપાસ ધરવામાં આવે. ઉલ્લેખનીય છે કે, FDIની નીતી અનુસાર ઇ-કોમર્સ કંપનીઓ પ્રત્યક્ષ કે પરોક્ષરૂપે વસ્તુઓ અને સેવાઓના વેચાણના મુલ્યને પ્રભાવિત ન કરે અને મુલ્ય સ્તર જાળવી રાખે.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/delhi/business/business-news/traders-body-wants-amazon-flipkarts-festival-sales-banned/na20190915124900491

फ्लिपकार्ट व अमेजन की त्योहारी सेल पर रोक लगाने की मांग

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.