ETV Bharat / business

ટામેટાના ભાવમાં વધારો, કિલોના 70 રૂપિયા - Consumer Affairs Minister Ram Vilas Paswan

દેશના મોટાભાગના શહેરોમાં વરસાદ શરૂ થતાની સાથે જ ટામેટાના ભાવ પ્રતિ કિલો વધીને 70 રુપિયા થઈ ગયા છે. કેટલાંક શહેરોમાં તો 80 રૂપિયાના ભાવે કિલો ટામેટા વેચાઈ રહ્યા છે.

ટામેટાના ભાવમાં વધારો
ટામેટાના ભાવમાં વધારો
author img

By

Published : Jul 13, 2020, 5:18 PM IST

નવી દિલ્હી : દિલ્હીમાં ટામેટા જૂન મહિનાથી 10 રૂપિયા પ્રતિ કિલો મોંઘા થઈ ગયા છે. આ વૃદ્ધિ ફક્ત રિટેલ બજારમાં જ નહીં, પરંતુ મધર ડેરીના સ્ટોર્સ અને બિગબાસ્કેટ જેવા ઇ-સેલર્સમાં પણ થઈ રહી છે.

કોરોનાના સંકટ વચ્ચે દેશમાં અનલોકની પ્રક્રિયા હાથ ધરાઈ છે. જેમાં હવે રોજગાર, ધંધાને શરૂ કરવા માટે પગલાઓ લેવામાં આવી રહ્યાં છે. ત્યારે દેશમાં શાકભાજીના ભાવોમાં વધારો થઈ રહ્યો છે. જેના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ રહ્યું છે. ટામેટાના ભાવ જાણીને જ ગૃહિણીઓની આંખોમાં આંસુ આવી રહ્યાં છે.

દેશના લગભગ તમામ મોટા શહેરોમાં ટામેટાની છૂટક કિંમત આસમાને પહોંચી છે. હાલમાં શાક માર્કેટમાં ટામેટા 70થી 80 રૂપિયા પ્રતિકિલોના ભાવે વેચાઇ રહ્યા છે. કેન્દ્રીય ગ્રાહક અને પુરવઠા પ્રધાન રામવિલાસ પાસવાનનું કહેવું છે કે, આ સીઝનમાં ટામેટા ખરાબ થવાની સંભાવના સૌથી વધુ રહે છે. મંત્રાલયના નવા આંકડા પ્રમાણે ચેન્નાઇ ઉપરાંત મેટ્રો શહેરમાં ટામેટાની છૂટક કિંમત 70 રૂપિયા પ્રતિ કિલોએ પહોચી ગઇ છે. જે એક મહિના પહેલા આશરે 20થી 30 રૂપિયા પ્રતિ કિલો હતી.

આ ઉપરાંત ગુરૂગ્રામ, ગંગટોક, સિલીગુડી અને રાયપુરમાં પણ ટામેટા 70 રૂપિયાના ભાવે વેચાઇ રહ્યા છે. જ્યારે કે ગોરખપુર, કોટા, દીમાપુરમાં 80 રૂપિયા પ્રતિકિલોના ભાવે વેચાણ થઇ રહ્યું છે. ટામેટાની વધેલી કિંમતો અંગે પૂછવામાં આવતા રામ વિલાસ પાસવાને કહ્યું કે, ટામેટાનો પાકનો યોગ્ય સમય નહીં હોવાના કારણે સામાન્ય રીતે જુલાઇથી સપ્ટેમ્બર દરમિયાન ટામેટાની કિંમતો વધેલી રહે છે. ટામેટા વહેલા ખરાબ થઇ જતાં હોવાથી કિંમતોમાં ઉતાર-ચઢાવ વધુ રહે છે. પાસવાને કહ્યું કે સપ્લાઇ વધ્યા બાદ કિંમતો સામાન્ય થઇ જશે.

રવિવારે બિગ બાસ્કેટ 60 થી 66 રૂપિયે અને ઉત્પાદકો 53 થી 55 રૂપિયા કિલોના ભાવે ટામેટા વેચતા હતા. વેપારીઓએ જણાવ્યું હતું કે, રિટેલ માર્કેટમાં ટામેટા ગુણવત્તાને આધારે 70 રૂપિયા પ્રતિ કિલોગ્રામ વચેવામાં આવી રહ્યા છે.

ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ, પંજાબ, તમિલનાડુ, કેરળ, જમ્મુ કાશ્મીર અને અરુણાચલ પ્રદેશ ટમેટાનું ઉત્પાદન કરનાર રાજ્યો છે, જેનો વપરાશ તેમના ઉત્પાદન કરતા વધારે છે. સત્તાવાર આંકડા મુજબ, દેશમાં વાર્ષિક 197.3 લાખ ટન ટમેટાનું ઉત્પાદન થાય છે, જ્યારે વપરાશ લગભગ 115.1 લાખ ટન છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.