- ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલની કિંમત આજે પણ સ્થિર રાખી
- આજે સતત 18મા દિવસે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર નહીં
- 1 સપ્ટેમ્બર અને 5 સપ્ટેમ્બરે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં 28થી 30 પૈસા પ્રતિલિટરનો ઘટાડો થયો હતો
નવી દિલ્હીઃ દેશમાં આજે (ગુરુવારે) સતત 18મા દિવસે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર નથી થયો. જોકે, આ મહિનાની શરૂઆતમાં 1 સપ્ટેમ્બર અને 5 સપ્ટેમ્બરે 28થી 30 પૈસાનો જે ઘટાડો થયો હતો. ત્યારથી અત્યાર સુધી બંનેની કિંમતમાં કોઈ ફેરફાર નથી થયો. આ પહેલા ઓગસ્ટ મહિનામાં પણ ડીઝલની કિંમતમાં ઘટાડો થયો હતો, જેનાથી લોકોને રાહત મળી હતી. જોકે, પેટ્રોલ ડીઝલની કિંમત હજી પણ ઘણા ઉંચા સ્તર પર ચાલી રહી છે.
જુઓ, ક્યાં શું કિંમત છે?
શહેર | પેટ્રોલ (રૂ.) (પ્રતિલિટર) | ડીઝલ (રૂ.) (પ્રતિલિટર) |
અમદાવાદ | 98.04 | 95.49 |
દિલ્હી | 101.19 | 88.62 |
મુંબઈ | 107.26 | 96.19 |
કોલકાતા | 101.62 | 91.71 |
ચેન્નઈ | 98.96 | 93.26 |
બેંગ્લોર | 104.70 | 94.04 |
ભોપાલ | 109.63 | 97.43 |
લખનઉ | 98.30 | 89.02 |
પટના | 103.79 | 94.55 |
ચંદીગઢ | 97.40 | 88.35 |
cSMS દ્વારા પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકાશે
પેટ્રોલ-ડીઝલની કિંમત પણ SMS દ્વારા જાણી શકાશે. ઇન્ડિયન ઓઈલની વેબસાઇટ અનુસાર, તમારે RSP અને તમારો સિટી કોડ લખીને 9224992249 નંબર પર મોકલવો પડશે. દરેક શહેરનો કોડ અલગ છે. જે તમને IOCL વેબસાઇટ પરથી મળશે.
નવા ભાવ સવારે 6 વાગ્યાથી લાગુ થાય
પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગે બદલાય છે. નવા ભાવ સવારે 6 વાગ્યાથી લાગુ થશે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઇ જાય છે.
આ પણ વાંચો- કોર્પોરેટ વર્લ્ડમાં ધમાકોઃ ઝી એન્ટરટેઇનમેન્ટ અને સોની ઇન્ડિયાના મર્જરની જાહેરાત
આ પણ વાંચો- કન્ટેનરના ભાવમાં વધારાને લઇ ઈમ્પોર્ટ-એક્સપોર્ટ વૃદ્ધિના કારણે સમસ્યા સર્જાઈ છેઃ કેન્દ્રીયપ્રધાન પીયૂષ ગોયલ