- ભારતીય રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નરે દેશની સ્થિતિ અંગે આપ્યું નિવેદન
- RBI સીધા જ નોટનું છાપકામ કરી શકે છે, પરંતુ આ વિકલ્પ છેલ્લો હોવો જોઈએઃ સુબ્બારાવ
- અનેક રાજ્યોમાં લૉકડાઉન લાગવાથી અર્થવ્યવસ્થા પર અસર પડી
નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નરે જણાવ્યું હતું કે, કોરોના મહામારીની બીજી લહેર અને તેને રોકવા માટે રાજ્યોના સ્તર પર લગાવવામાં આવેલા લૉકડાઉનથી અર્થવ્યવસ્થામાં નબળાઈ આવી છે, જેને પહોંચી વળવા માટે સરકાર પૈસા ભેગા કરવા માટે કોવિડ બોન્ડ લાવવાના વિકલ્પ પર વિચાર કરી શકે છે. આ બજેટમાં નિર્ધારિત દેવાને વધારે નહીં પરંતુ તેને અંતર્ગત હોવું જોઈએ.
આ પણ વાંચો- આજે શેર બજારની શરૂઆત મજબૂતી સાથે થઈ, સેન્સેક્સમાં 160 પોઈન્ટનો વધારો
નુકસાનને પહોંચી વળવા નોટનું છાપકામ કરી શકીએ તે સ્થિતિમાં નથીઃ સુબ્બારાવ
સુબ્બારાવે જણાવ્યું હતું કે, RBI સીધા જ નોટનું છાપકામ કરી શકે છે, પરંતુ આ ત્યારે થવું જોઈએ જ્યારે કોઈ અન્ય ઉપાય ન હોય. નિશ્ચિત રીતે એવો પણ સમય હોય છે જ્યારે પ્રતિકૂળ અસર હોવા છતા વધુ મુદ્દાનું છાપકામ જરૂરી હોય છે. આ સ્થિતિ ત્યારે થાય છે જ્યારે સરકાર પોતાના નુકસાનને નાણાકીય પોષણ તાર્કિક દર પર ન કરી શકે. સુબ્બારાવે જણાવ્યું હતું કે, જોકે, અત્યારે આપણે તે સ્થિતિમાં નથી.
આ પણ વાંચો- ભારતનો GDP આ વર્ષે 8.3 ટકાના દરે વધવાનું અનુમાનઃ વિશ્વ બેન્ક
કોવિડ બોન્ડ અંગે વિચાર થવો જોઈએઃ સુબ્બારાવ
કોવિડ બોન્ડ અંગે સુબ્બારાવે જણાવ્યું હતું કે, આના માધ્યમથી સરકાર ઉધાર લેવાનો વિચાર કરી શકે છે. આ સારો વિકલ્પ છે, જેના પર સરકારે વિચાર કરવો જોઈએ, પરંતુ આ બજેટમાં નિર્ધારિત ઉધાર ઉપરાંત નહીં, પરંતુ તેના એક હિસ્સાના રૂપમાં હોવું જોઈએ.