- વૈશ્વિક બજાર (Global Market) તરફથી મિશ્ર સંકેત મળી રહ્યા છે
- સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય શેર બજારની શરૂઆત ઉછાળા સાથે થઈ
- સેન્સેક્સ (Sensex) 115.09 તો નિફ્ટી (Nifty)માં 36.25 પોઈન્ટનો ઉછાળો
અમદાવાદઃ વૈશ્વિક બજાર (Global Market) તરફથી મિશ્ર સંકેત મળી રહ્યા છે. ત્યારે આજે સપ્તાહના બીજા દિવસે (મંગળવારે) ભારતીય શેર બજારની શરૂઆત ઉછાળા સાથે થઈ છે. આજે સવારે 9.15 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 115.09 પોઈન્ટ (0.20 ટકા)ના વધારા સાથે 57,004.85ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 36.25 પોઈન્ટ (0.21 ટકા)ની મજબૂતી સાથે 16,967.30ના સ્તર પર જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો- RBIના ગવર્નરે ડિજિટલ કરન્સીની ટ્રાયલ અંગે કરી આ જાહેરાત
આ શેર્સ પર સૌની નજર રહેશે
આજે દિવસભર જેએસપીએલ (JSPL), કેએનઆર કન્સ્ટ્રક્શન્સ (KNR Constructions), એસીઆરવાય સિલ (ACRY SIL), ટીવીએસ મોટર્સ (TVS Motors), સીઈએસસી (CESC), રિલાયન્સ (Reliance), ચીની શેર્સ પર સૌની નજર રહેશે.
આ પણ વાંચો- મોદી સરકારે બેન્ક કર્મચારીઓનું કૌટુંબિક પેન્શન વધારવા આપી મંજૂરી
ડાઉ ફ્યૂચર્સ (DOW FUTURES)માં પણ ફ્લેટ વેપાર જોવા મળ્યો
વૈશ્વિક બજારની (Global Market) વાત કરીએ તો, આજે એશિયાઈ બજારમાં દબાણ સાથે વેપાર થઈ રહ્યો છે. તો એસજીએક્સ નિફ્ટી (SGX NIFTY) 45 પોઈન્ટના ઘટાડા સાથે 16,919.50ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. નિક્કેઈ 0.19 પોઈન્ટના ઘટાડા સાથે જોવા મળી રહ્યું છે. જ્યારે સ્ટ્રેઈટ્સ ટાઈમ્સ (Straits Times) 1.21 ટકા તૂટીને વેપાર કરી રહ્યું છે. તો તાઈવાનનું બજાર 0.85 ટકાના ઘટાડા સાથે 17,248.85ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. જ્યારે હેંગસેંગ 1.48 ટકા ઘટાડા સાથે 25,162.64ના સ્તર પર જોવા મળી રહ્યું છે. આ સાથે જ કોસ્પીમાં 0.19 ટકા તો શાંઘાઈ કોમ્પોઝિટમાં 0.48 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. તો આ તરફ ડાઉ ફ્યૂચર્સ (DOW FUTURES)માં પણ ફ્લેટ વેપાર જોવા મળી રહ્યો છે.