- વૈશ્વિક બજાર તરફથી નબળા સંકેત છતા શેર બજારની શરૂઆત ઉછાળા સાથે
- સેન્સેક્સ 281.62 પોઈન્ટ (0.54 ટકા)ના વધારા સાથે 52,131.10ના સ્તર પર
- નિફ્ટી 96.35 પોઈન્ટ (0.62 ટકા)ના વધારા સાથે 15,672.55ના સ્તર પર
અમદાવાદઃ વૈશ્વિક બજાર તરફથી નબળા સંકેત મળી રહ્યા છે તેમ છતાં સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેર બજારની શરૂઆત ઉછાળા સાથે થઈ છે. આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 281.62 પોઈન્ટ (0.54 ટકા)ના વધારા સાથે 52,131.10ના સ્તર પર જોવા મળી રહ્યો છે. તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 96.35 પોઈન્ટ (0.62 ટકા)ના વધારા સાથે 15,672.55ના સ્તર પર જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો- IndiGo વરિષ્ઠ કર્મચારીઓ માટે પગાર યોજના વિના રજા જાહેર કરી
આ શેર્સ પર સૌની નજર રહેશે
શેર બજારની શરૂઆત ઉછાળા સાથે થઈ હોવાથી રોકાણકારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે દિવસભર RELIANCE, O2C, JIO, RETAIL, ચીની કંપનીઝ, Rossari Biotech, TATA POWER જેવી કંપનીના શેર્સ પર તમામ રોકાણકારોની નજર ટકી રહેશે.
આ પણ વાંચો- પ્રતિષ્ઠિત થવાં અને બેન્કથી લોન લેવા માટે મેહુલ ચોકસીની સુરત હીરા ઉદ્યોગ પર 30 વર્ષ પહેલાંથી જ નજર હતી
DOW FUTURESમાં પણ ઉછાળા સાથે વેપાર થઈ રહ્યો
વૈશ્વિક બજારની વાત કરીએ તો, આજે એશિયાઈ હજારમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. તો DOW FUTURESમાં પણ ઉછાળા સાથે વેપાર થઈ રહ્યો છે. SGX NIFTY 84 પોઈન્ટના ઘટાડા સાથે 15,714ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. તો સ્ટ્રેટ ટાઈમ્સમાં 0.17 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. જ્યારે નિક્કેઈ 102.14 પોઈન્ટના વધારા સાથે 29,048.28ની આસપાસ વેપાર કરી રહ્યો છે. જ્યારે તાઈવાનનું બજાર 0.54 ટકાના વધારા સાથે 17,257.11ના સ્તર પર જોવા મળી રહ્યો છે. તો આ તરફ હેંગસેંગ 0.05 ટકાના વધારા સાથે તો કોસ્ટીમાં 0.81 ટકાની મજબૂતી જોવા મળી રહી છે. આ સાથે જ શાંઘાઈ કોમ્પોઝિટમાં 0.28 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.