- સોમવારે ઉછાળા સાથે શેર માર્કેટ શરૂ થયું
- સેન્સેક્સ પહેલીવાર 52 હજારને પાર ગયો
- નિફ્ટી 135.9 ટકાના વધારા સાથે જોવા મળ્યો
નવી દિલ્હીઃ શેર માર્કેટમાં સોમવારે જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો. બીએસઈના 30 શેરવાળા સેન્સેક્સમાં 515.40 પોઈન્ટ એટલે કે 1 ટકાની તેજી રહી હતી અને આ 52,059.70 પોઈન્ટ પર ચાલી રહ્યો છે. આ જ રીતે એનએસઈનો નિફ્ટી પણ 135.90 ટકા એટલે કે 0.90 ટકાના વધારા સાથે 15,299.20 પોઈન્ટ પર ચાલી રહ્યો છે.
ઓએનજીસી, ટેક મહિન્દ્રા, એનટીપીસી, સન ફાર્મા અને ટીસીએસના શેરમાં ઘટાડો નોંધાયો
સેન્સેક્સની કંપનીઓમાં ઈન્ડસઇન્ડ બેન્કમાં સર્વોચ્ચ 2 ટકાની તેજી રહી હતી. ત્યારબાદ એક્સિસ બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, એચડીએફસી બેન્ક, કોટક બેન્ક અને ભારતીય સ્ટેટ બેન્કના શેરમાં તેજી ચાલી રહી હતી. આનાથી વિપરિત ઓએનજીસી, ટેક મહિન્દ્રા, એનટીપીસી, સન ફાર્મા અને ટીસીએસના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. આ પહેલા શુક્રવારે સેન્સેક્સ 12.87 પોઈન્ટ એટલે કે 0.02 ટકાના વધારા સાથે 51,544.30 પોઈન્ટ પર અને નિફ્ટી 10 પોઈન્ટ એટલે કે 0.07 ટકાથી ઘટીને 15,163.30 પોઈન્ટ પર બંધ થયો હતો. શેર માર્કેટના આંકડા અનુસાર, એફપીઓએ 37.33 કરોડ રૂપિયાના શેરનું વેચાણ કર્યું હતું. આ તમામની વચ્ચે કાચા તેલનું ગ્લોબલ સ્ટાન્ડર્ડ બ્રેન્ટ ક્રૂડ 1.79 ટકાના વધારા સાથે 63.55 ડોલર પ્રતિ બેરલનો ધંધો કરી રહ્યો હતો.