ETV Bharat / business

સપ્તાહના ચોથા દિવસે આજે Share Marketમાં જોવા મળી ધમાલ, સેન્સેક્સ 488 પોઈન્ટ ઉછળીને બંધ થયો - રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ

સપ્તાહનો ચોથો દિવસે આજે (ગુરુવાર) શેર બજાર (Share Market) ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 488.10 (0.82 ટકા)ના ઉછાળા સાથે 59,677.83ના સ્તર પર બંધ થયો છે. નિફ્ટી (Nifty) 144.35 પોઈન્ટ (0.82 ટકા)ના વધારા સાથે 17,790.35ના સ્તર પર બંધ થયો છે.

સપ્તાહના ચોથા દિવસે આજે Share Marketમાં જોવા મળી ધમાલ, સેન્સેક્સ 488 પોઈન્ટ ઉછળીને બંધ થયો

author img

By

Published : Oct 7, 2021, 5:48 PM IST

  • સપ્તાહનો ચોથો દિવસે આજે (ગુરુવાર) શેર બજાર (Share Market) માટે સારો સાબિત થયો
  • આજે ચોથા દિવસે શેર બજાર (Share Market) ઉછાળા સાથે બંધ થયું
  • સેન્સેક્સ (Sensex) 488.10 તો નિફ્ટી (Nifty) 144.35 પોઈન્ટના ઉછાળા સાથે બંધ થયો

અમદાવાદઃ સપ્તાહનો ચોથો દિવસે આજે (ગુરુવાર) શેર બજાર (Share Market) માટે સારો સાબિત થયો છે. કારણ કે, આજે શેર બજાર (Share Market) ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 488.10 (0.82 ટકા)ના ઉછાળા સાથે 59,677.83ના સ્તર પર બંધ થયો છે. આ સાથે જ સેન્સેક્સ ફરી 60,000ની નજીક પહોંચી ગયો છે. તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 144.35 પોઈન્ટ (0.82 ટકા)ના વધારા સાથે 17,790.35ના સ્તર પર બંધ થયો છે.

આ પણ વાંચો- Petrol Diesel Price: આજે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી ઉછાળો, જાણો તમારા શહેરમાં શું છે ભાવ

સૌથી વધુ ઉંચકાયેલા (Top Gainers) અને ગગડેલા શેર્સ (Top Losers)

આજે દિવસભર સૌથી વધુ ઉંચકાયેલા 5 શેર્સની (Top Gainers) વાત કરીએ તો, ટાટા મોટર્સ (Tata Motors) 12.75 ટકા, ટાઈટન કંપની (Titan Company) 10.52 ટકા, એમ એન્ડ એમ (M&M) 5.02 ટકા, મારુતિ સુઝુકી (Maruti Suzuki) 4.11 ટકા અને આઈશર મોટર્સ (Eicher Motors) 3.81 ટકા ઉંચકાયા છે. જ્યારે સૌથી વધુ ગગડેલા 5 શેર્સની (Top Losers) વાત કરીએ તો, ઓએનજીસી (ONGC) -4.46 ટકા, ડો. રેડ્ડીઝ લેબ્સ (Dr. Reddys Labs) -1.30 ટકા, કોલ ઈન્ડિયા (Coal India) -0.96 ટકા, ડિવાઈસ લેબ્સ (Divis Labs) -0.81 ટકા અને બ્રિટેનિયા (Britannia) -0.78 ટકા ગગડ્યા છે.

આ પણ વાંચો- LPG Price Hike : સામાન્ય માણસને આંચકો, LPG સિલિન્ડરની કિંમત વધી, જાણો કેટલી થઇ કિંમત?

રિલાયન્સ ટૂંક સમયમાં 7 ઈલેવન સ્ટોર લોન્ચ કરશે

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (Reliance Industries-RIL)ની સબ્સિડરી કંપની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (Reliance Retail Ventures Limited) ભારતમાં 7-ઈલેવન સ્ટોર (7 Eleven Convenience Stores) લોન્ચ કરશે. આ માટે કંપનીએ ભારતમાં સ્ટોર લોન્ચ કરવા માટે 7-ઈલેવન, ઈન્ક (SEI)ની સાથે કરાર કર્યો છે. આ કરારના સમાચાર પછી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેર્સમાં 1.5 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. RRVLની રિલીઝમાં કહેવામાં આવ્યું હતું કે, આ સ્ટોર્સમાં સ્નેક, સ્થાનિક જરૂરિયાત અનુસાર ખાવાપીવાનો સામાન, રોજિંદા ઉપયોગમાં લેવાતી વસ્તુઓ જેવી તમામ વસ્તુઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

સેન્સેક્સઃ + 488.10

ખૂલ્યોઃ 59,632.81

બંધઃ 59,677.83

હાઈઃ 59,914.91

લોઃ 59,597.06

NSE નિફ્ટીઃ +144.35

ખૂલ્યોઃ 17,810.55

બંધઃ 17,790.35

હાઈઃ 17,857.55

લોઃ 17,763.80

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.