- રૂ. 10ની મૂળ કિંમતના શેરના પ્રાઈઝ બેન્ડ રૂ. 560-577 રૂપિયા
- આઈપીઓ 29 ઓક્ટોબરે ખૂલીને 2 નવેમ્બરે બંધ થશે
- ન્યૂનતમ બિડ લોટ 26 શેરનો છે
અમદાવાદઃ ફિનો પેમેન્ટ્સ બેન્ક લિમિટેડનો આઈપીઓ (Fino Payments Bank Limited IPO) રૂપિયા 3,000 મિલિયન સુધીના ઈક્વિટી શેર્સનો ફ્રેશ ઈશ્યુ અને ફિનો પેટેક (પ્રમોટર) દ્વારા 1,56,02,999 સુધીના ઈક્વિટી શેર્સના ઓફર ફોર સેલ મૂકવામાં આવી છે. કંપની ફ્રેશ ઈશ્યુમાંથી મળનારી ચોખ્ખી આવકનો ઉપયોગ તેની ભાવી મૂડી જરૂરિયાતોને પૂરી કરવા બેન્કના ટિયર-1 કેપિટલ ભંડોળને વધારવા માટે કરવા માગે છે.
આ પણ વાંચોઃ IMFનું ભારતની વૃદ્ઘિને લઈ અનુમાન 'ખૂબ ઓછું મૂલ્યાંકન': એન.કે સિંહ
ફ્લોર પ્રાઈઝ ઈક્વિટી શેરની ફેસવેલ્યુની 56 ગણી
ફિનો પેમેન્ટ્સ બેન્ક લિમિટેડના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર ઋષિ ગુપ્તા જણાવ્યું હતું કે, ફિનો પેમેન્ટ બૅન્કે ફિનો પેટેક લિમિટેડ (FPL)ની સંપૂર્ણ માલિકીની પેટા કંપની છે, જે મુખ્યત્વે નાણાકીય સમાવેશને લગતા ટેક્નોલોજી આધારિત ઉકેલ અને સેવાઓ આપવામાં સંકળાયેલી છે. FPLને બ્લેક સ્ટોન, આઈસીઆઈસીઆઈ ગૃપ, ઈન્ટેલ કેપિટલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ, HAV3 હોલ્ડિંગ્સ (મોરેશિયસ) લિમિટેડ અને વિશ્વ બૅન્કની પેટા કંપની, ઈન્ટરનેશનલ ફાઈનાન્સ કોર્પોરેશન (IFC) સહિતના મજબૂત રોકાણકારોનું પીઠબળ છે. ફ્લોર પ્રાઈસ ઈક્વિટી શેર્સની ફેસ વેલ્યુની 56 ગણી છે અને કેપ પ્રાઈઝ ઈક્વિટી શેર્સની ફેસ વેલ્યુની 57.7 ગણી છે.
આ પણ વાંચોઃ JIO-BPએ શરૂ કર્યો પોતાનો પહેલો પેટ્રોલ પંપ, 2025 સુધી 5,500 પેટ્રોલ પંપ બનાવવાની યોજના
ઓછામાં ઓછી 25 શેરની અરજી કરી શકાશે
ન્યૂનતમ બીડ લોટ 25 ઈક્વિટી શેર્સ અને ત્યારબાદ 25 ઈક્વિટી શેર્સના ગુણાંકમાં છે. એક્સિસ કેપિટલ લિમિટેડ, CLSA ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ, આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ લિમિટેડ અને નોમુરા ફાઈનાન્સિયલ એડવાઈઝરી એન્ડ સિક્યોરિટીઝ (ઈન્ડિયા) પ્રાઈવેટ લિમિટેડ ઑફર (“BRLM”)ના બુક રનિંગ લીડ મેનેજર છે.