ETV Bharat / business

ઓટોમોબાઈલ ક્ષેત્રની મંદીનો અસ્થાયી દોર, ભારતીય બજારમાં વ્યાપક સંભાવનાઃ મનોહર ભટ્ટ

બેંગ્લોરઃ સેલ્ટોસ SUVને લોન્ચ કરતાં કિઆ મોટર્સ ઇન્ડિયાના સેલ્સ એન્ડ માર્કેટીંગના પ્રમુખ મનોહર ભટ્ટે ETV bharat સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે ઓટોમોબાઈલ ક્ષેત્રમાં પ્રવર્તમાન મંદી, તેની રૂપરેખા તૈયાર કરવા માટે અનંતપુર પસંદ કરવાનું કારણ, તેની ક્ષમતા, આંધપ્રદેશમાં અગાઉની અને વર્તમાન સરકારના સહયોગ અને દેશમાં ઈલેકટ્રોનિક વાહનોને લોન્ચ કરવાની યોજના સામેલ કરવામાં આવી હતી.

ઓટોમોબાઈલ ક્ષેત્રની મંદીનો અસ્થાયી દોર, ભારતીય બજારમાં વ્યાપક સંભાવનાઃ મનોહર ભટ્ટ્
author img

By

Published : Aug 25, 2019, 6:15 PM IST

ETV bharat સાથે ખાસ વાતચીતના અંશ

  • ઉપભોક્તા માટે એક નવો જ અનુભવ લાવશે સેલ્ટોસ

ભટ્ટે જણાવ્યું હતું કે, મોટર્સે સેલ્ટોસને ઘણી સારી રીતે ડીઝાઈન કરી છે. જેમાં એવા ફીચર્સ છે જે, પોતાની સેગમેંટની અન્ય ગાડીઓમાં પણ જોવા મળતી નથી. તેમજ લગ્ઝરીયૂઝ ગાડીઓમાં પણ આ પ્રકારના ફીચર્સ જોવા મળતાં નથી. જે અમારી પાસે છે. આ તમામ ગાડી BS6 પ્રમાણિત છે. એનો અર્થ છે કે, આ ગાડીનું ભવિષ્ય ઊજળું છે.

  • ઓટો સેક્ટરમાં આવેલી મંદી સામે કેવી રીતે ટકશે સેલ્ટોસ?

અમે ભારતમાં મોટાપાયા પર રોકાણ કર્યુ છે. ફક્ત અનંતપુરમાં એક પ્લાન્ટને બનાવવા માટે 1.1 બીલિયનનું રોકાણ કર્યુ છે. જે 3 લાખ સુધીનું ટેન્ડર નિર્માણ કરવાની ક્ષમતા ધરાવે છે. મંદીનો આ સમય કામચલાઉ છે. જેની પર સરકાર ટૂંક સમયમાં જ કાબૂ મેળવી લેશે.

  • ભારતીય બજારમાં અમારી માટે મહત્વપૂર્ણ છે.

અમે દર 6 મહિને એક નવું વ્હીકલ લોન્ચ કરીશું. તો બસ રાહ જુઓ આગામી ઉત્પાદનનું. અમારો અનંતપુરનો પ્લાન્ટ પ્રારંભિક ભારતમાં સપ્લાઈ કરવા માટે બનાવ્યો છે. પણ બની શકે કે, આગામી સમયમાં પાડોશી દેશોમાં પણ એક્સપોર્ટ કરીએ. અમારી માટે બેંગ્લોર બજાર મહત્વપૂર્ણ છે.

આમ, ઓટોમોબાઈલ ક્ષેત્રમાં પ્રવર્તમાન મંદી અને તેની રૂપરેખાને લઈ કિઆ મોટર્સ ઇન્ડિયાના સેલ્સ એન્ડ માર્કેટીંગના પ્રમુખ મનોહર ભટ્ટે રસપ્રદ વાત કરી હતી. જેમાં ભારતીય બજારમાં નવીન તકોના સર્જન વિશે પણ જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.