નેક્સોન ક્રાઝનું મોડેલ દિલ્હીના શો રૂમમાં 7.57 લાખ રૂપિયાથી અને ઓટોમેટિક મોડેલ 8.17 લાખ રૂપિયાથી શરૂ થાય છે.
કંપનીના પેસેન્જર વ્હિકલ બિઝનેસના માર્કેટિંગ હેડ વિવેક શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, નેક્સૉનની આ બીજી મર્યાદિત આવૃત્તિ છે. કંપનીએ ગયા વર્ષે પણ ક્રાઝની વિશેષ આવૃત્તિ રજૂ કરી હતી. આ એડિશનમાં, કારના બાહ્ય અને આંતરિક સુશોભન પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે.