ETV Bharat / business

ભારતમાં વધતો વેક્સિનેશનનો દર ભારતીય કોર્પોરેટ ક્ષેત્ર માટે સકારાત્મક દ્રષ્ટિકોણ, મુડીઝનો અહેવાલ - ભારતની આર્થિક વૃદ્ધિ મજબૂત

તાજેતરમાં જ મુડીઝે (Moodys) એક અહેવાલ બહાર પાડ્યો છે, જેમાં મૂડીઝ ઈન્વેસ્ટર્સ સર્વિસે ગુરુવારે જણાવ્યું હતું કે, ભારતનો વધતો રસીકરણ દર (Rising vaccination rate in India), નીચા વ્યાજ દરો અને ઉચ્ચ જાહેર ખર્ચ કોર્પોરેટ ક્ષેત્ર (Indian Corporates) માટે સકારાત્મક દ્રષ્ટિકોણ તરફ દોરી જાય છે. મૂડીઝના (Moodys) પ્રોજેક્ટ્સ માર્ચ 2022માં પૂરા થતા વર્તમાન નાણાકીય વર્ષમાં જીડીપી 9.3 ટકાના વિસ્તરણ સાથે, નાણાકીય વર્ષ 2023માં 7.9 ટકાના વિસ્તરણ સાથે, ભારતની આર્થિક વૃદ્ધિ મજબૂત રીતે થશે.

ભારતમાં વધતો વેક્સિનેશનનો દર ભારતીય કોર્પોરેટ ક્ષેત્ર માટે સકારાત્મક દ્રષ્ટિકોણ, મુડીઝનો અહેવાલ

author img

By

Published : Nov 26, 2021, 3:59 PM IST

  • તાજેતરમાં જ મુડીઝે બહાર પાડ્યો અહેવાલ
  • ભારતનો વધતો રસીકરણ દર એ સકારાત્મક દ્રષ્ટિકોણ
  • ભારતની આર્થિક વૃદ્ધિ મજબૂત રીતે થશે

નવી દિલ્હી: મૂડીઝ (Moodys) ઈન્વેસ્ટર્સ સર્વિસે ગુરુવારે જણાવ્યું હતું કે, ભારતનો વધતો રસીકરણ દર (Rising vaccination rate in India), નીચા વ્યાજ દરો (Low interest rates) અને ઉચ્ચ જાહેર ખર્ચ કોર્પોરેટ ક્ષેત્ર (Indian Corporates) માટે સકારાત્મક દ્રષ્ટિકોણ (rate drive positive outlook) તરફ દોરી જાય છે. મૂડીઝના પ્રોજેક્ટ્સ માર્ચ 2022માં પૂરા થતા વર્તમાન નાણાકીય વર્ષમાં જીડીપી (GDP) 9.3 ટકાના વિસ્તરણ સાથે, નાણાકીય વર્ષ 2023માં 7.9 ટકાના વિસ્તરણ સાથે, ભારતની આર્થિક વૃદ્ધિ મજબૂત (India's economic growth is strong) રીતે ફરી વળશે.

આ પણ વાંચો- Cryptocurrency Regulation Bill : સંસદના શિયાળુ સત્રમાં નિયમન અંગે બિલ લાવશે સરકાર

સતત આર્થિક રિકવરી પર ભારતીય કંપનીઓ માટે ક્રેડિટ ફંડામેન્ટલ્સ અનુકૂળ

એક અહેવાલમાં મૂડીઝે (moodys) જણાવ્યું હતું કે, સતત આર્થિક રિકવરી (Economic recovery) પર ભારતની કંપનીઓ માટે ક્રેડિટ ફંડામેન્ટલ્સ અનુકૂળ છે અને મજબૂત ગ્રાહક માગ (Stong Demand) અને કોમોડિટીના ઊંચા ભાવને કારણે રેટેડ કંપનીઓની કમાણી વધશે. ભારતનો વધતો રસીકરણ દર (Vaccination Rate), ગ્રાહકો વિશ્વાસમાં સ્થિરતા, ઓછા વ્યાજ દરો અને ઉચ્ચ જાહેર ખર્ચ બિન-નાણાકીય કંપનીઓ માટે હકારાત્મક ક્રેડિટ ફંડામેન્ટલ્સને આધાર આપે છે.

કોમોડિટીના આ ઊંચા ભાવ સહિતના વલણો રેડેટ કંપનીઓને ફાયદો કરાવશે

મૂડીઝ (Moodys) એનાલિસ્ટ સ્વેતા પટોડિયાએ જણાવ્યું હતું કે, કોરોના વાઈરસ સામે ઈનોક્યૂલેશન પર ભારતની સતત પ્રગતિ આર્થિક પ્રવૃત્તિમાં સતત પુનઃપ્રાપ્તિને સમર્થન આપશે. રોગચાળાના નિયંત્રણોને હળવા કર્યા બાદ ગ્રાહક માગ, ખર્ચ અને ઉત્પાદન પ્રવૃત્તિ પુનઃપ્રાપ્ત થઈ રહી છે. કોમોડિટીના ઊંચા ભાવ સહિતના આ વલણો આગામી 12-18 મહિનામાં રેટેડ કંપનીઓના EBITDAમાં નોંધપાત્ર વૃદ્ધિને પ્રોત્સાહન આપશે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર વધતો સરકારી ખર્ચ સ્ટિલ અને સિમેન્ટની માગને ટેકો આપશે. તે દરમિયાન, વધતો વપરાશ, સ્થાનિક ઉત્પાદન માટે ભારતનું દબાણ અને સૌમ્ય ભંડોળની સ્થિતિ નવા રોકાણોને ટેકો આપશે.

કોરોનાની ત્રીજી લહેર આવશે તો ગ્રાહક સેન્ટિમેન્ટ ખરાબ થશે

મૂડીઝે જણાવ્યું હતું કે, જો કોરોનાની નવી લહેર આવશે તો લૉકડાઉન લાગી શકે છે અને ગ્રાહક સેન્ટિમેન્ટને ખરાબ કરી શકે છે. આવી સ્થિતિ આર્થિક પ્રવૃત્તિ અને ગ્રાહક માગમાં (Stong Demand) ઘટાડો કરશે, જે સંભવિતપણે આગામી 12-18 મહિનામાં ભારતીય કંપનીઓ માટે EBITDA (વ્યાજ, કર, અવમૂલ્યન અને ઋણમુક્તિ પહેલાની કમાણી) 15-20 ટકાથી ઓછી વૃદ્ધિ તરફ દોરી જશે વધુમાં, સરકારી ખર્ચમાં વિલંબ, ઔદ્યોગિક ઉત્પાદનમાં ઘટાડો અથવા કોમોડિટીના ભાવમાં નરમાઈના કારણે કંપનીઓની આવકમાં ઘટાડો થઈ શકે છે.

આ પણ વાંચો- એરપોર્ટ ક્ષેત્રમાં 5 વર્ષમાં થશે 90,000 કરોડ રૂપિયાનું રોકાણ, નાગરિક ઉડ્ડયન સચિવે આપી માહિતી

ભારતના હાલમાં નીચા વ્યાજ દરો ભંડોળના ખર્ચમાં ઘટાડો થશે

ભારતના હાલમાં નીચા વ્યાજ દરો ભંડોળના ખર્ચમાં ઘટાડો કરશે અને માગ (Strong Demand) વધવાથી નવા મૂડી રોકાણને ટેકો આપશે. જો કે, વધતી જતી ફુગાવાના કારણે વ્યાજ દરોમાં અપેક્ષા કરતાં વધુ ઝડપી વધારો થઈ શકે છે, જે વ્યવસાયિક રોકાણ પર ભાર મૂકે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.